ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સ્કુલ વાનમાં કરેલી સ્ટંટ બાજી સોશિયલ મીડિયામાં છવાઇ

VADODARA : વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળ (VADODARA SOCIAL MEDIA CIRCLE) માં એક વીડિયો વાયરલ (VIDEO VIRAL) થઇ રહ્યો છે. જેમાં જાહેર રસ્તા પર સ્કુલ વાન પસાર થઇ રહી છે. અને તેને લટકીને બહારની સાઇડ એક શખ્સ ઉભો છે. આ ઘટનામાં...
05:49 PM Jun 28, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળ (VADODARA SOCIAL MEDIA CIRCLE) માં એક વીડિયો વાયરલ (VIDEO VIRAL) થઇ રહ્યો છે. જેમાં જાહેર રસ્તા પર સ્કુલ વાન પસાર થઇ રહી છે. અને તેને લટકીને બહારની સાઇડ એક શખ્સ ઉભો છે. આ ઘટનામાં બહાર લટકતા શખ્સને જોખમ છે. અને આમ કરવાથી બાળકોમાં ખોટુ કરવાનું પ્રોત્સાહન પેદા થઇ શકે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો સ્ટંટબાજ સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

શખ્સ બહારની તરફ લટકીને ઉભો રહ્યો

વડોદરામાં અગાઉ સ્કુલવાનનો દરવાજો ખુલી ગયા બાદ તેમાં બેઠેલી બે દિકરીઓ સ્કુલ બેગ સાથે ફંગોળાઇ હોવાની ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા. બાદમાં જવાબદાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હજી પણ બેદરકારીનો સિલસિલો અટક્યો નહી હોવાની સાબિતી આપતી ઘટનાનો વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થવા પામ્યો છે. આ વીડિયોમાં સ્કુલ વાનમાં બાળકો બેઠા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઇ આવે છે. આ વાન જાહેર રોડ પર ટ્રાફીક સિગ્નલ નજીકથી જઇ રહી છે. દરમિયાન તેની ડ્રાઇવર સાઇડ બાજુ એક શખ્સ બહારની તરફ લટકીને ઉભો રહ્યો છે. અને ખોટી સ્ટંટ બાજી કરી રહ્યો છે. આ વીડિયો ખોડિયાર નગર ચાર રસ્તાનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

કડક હાથે પગલાં લેવા જોઇએ

સ્કુલ વાનમાં બાળકોની સુરક્ષાને લઇને વડોદરા ટ્રાફીક પોલીસ તથા આરટીઓ સક્રિય રહીને કામગીરી કરી રહી છે. ત્યારે આ પ્રકારની બાળકોમાં ખોટું કરવાની પ્રેરણા આપે તેવી સ્ટંટ બાજી કરનારા સામે કડક હાથે પગલાં લેવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં બેજવાદાર ચાલક અને સ્ટંટ બાજ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : પોલીસ ચોકી પાસે હોર્ડિંગ્સ માફિયાની કરતુત ખુલ્લી પડી

Tags :
mediaonRoadSchoolSocialStuntVadodaravanVideoViral
Next Article