Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સ્માર્ટ વિજ મીટરના ત્રાસ સામે "પીડાદાયક" વિરોધ

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો વિરોધ આજે પણ યથાવત રહ્યો છે. આજે લોકોની પીડાને વાચા આપતા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા પોતાની જાત પર પટ્ટા અને સાંકળ વરસાવીને પીડાદાયક રીતે વિરોધ કરવામાં આવ્યો છે. આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય સ્માર્ટ...
12:14 PM May 18, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો વિરોધ આજે પણ યથાવત રહ્યો છે. આજે લોકોની પીડાને વાચા આપતા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા પોતાની જાત પર પટ્ટા અને સાંકળ વરસાવીને પીડાદાયક રીતે વિરોધ કરવામાં આવ્યો છે. આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય સ્માર્ટ વિજ મીટરને લઇને લોકોની પીડા ઉજાગર કરવાનો હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

પીડાદાયક વિરોધ નોંધાવવામાં આવ્યો

વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો કકળાટ શાંત થવાનુ નામ નથી લઇ રહ્યો. આજે હજારો લોકોને સ્માર્ટ વિજ મીટરને લઇને પડેલી મુશ્કેલીઓ સામે શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા પીડાદાયક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેને લઇને સૌ કોઇ વિચારતા થઇ ગયા છે. હવે સ્માર્ટ વિજ મીટરને લઇને કોઇ નિર્ણય લેવાય છે કે નહિ તે જોવું રહ્યું.

નાના છોકરાઓને ગરમીમાં શેકાવવું પડે છે

વડોદરા શહેરના કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ જણાવે છે કે, ભાજપે લોકોના મત લીધા બાદ સ્માર્ટ વિજ મીટરના કનેક્શનો શરૂ કરી દીધા છે. આ લોકોએ ગુજરાતીઓને છેતરીલીધા છે. જે લોકોનું બે મહિનાનું રૂ. 6 હજાર બીલ આવતું હતું, તે હવે 20 દિવસમાં આવી રહ્યું છે. લોકો સ્માર્ટ મીટરોને લઇને પંખા ચાલુ નથી કરતા, નાના છોકરાઓને ગરમીમાં શેકાવવું પડે છે. પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓને લાઇટ નથી મળતી. સ્માર્ટ મીટરો થકી ભાજપે સ્માર્ટ ચીટીંગ કરવાની પદ્ધતિ શોધી કાઢી છે. લોકોને સ્માર્ટ રીતે છેતરી રહ્યા છે. મારા શરીરને કષ્ટ આપવાથી નેતાઓ કે અધિકારીઓને કોઇ ફરક પડવાનો નથી. જે દિવસે ગુજરાતની જનતા સમજી જશે, કે આ લોકો ખીસ્સા ખંખેરી રહ્યા છે, તો તેમની સત્તા નહિ રહે, સ્માર્ટ મીટરમાં સંડોવાયેલા તમામ જેલમાં જશે.

લોકોનું સાંભળવાવાળું કોઇ નથી

વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતીઓને જે કષ્ટ પડી રહ્યો છે, તેની પ્રતિતિ કરાવવા માટે મેં મારી જાત પર કષ્ટ વરસાવ્યો છે. લોકોને કષ્ટ મારા કરતા ઘણો વધારે છે. પહેલા મેં મારા શરીર પર પટ્ટા માર્યા તે જુના મીટરને લઇને હતા. પછી મેં મારી જાત પર સાંકળ મારી હતી, તે નવા મીટરને લઇને છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું સાંભળવાવાળું કોઇ નથી.

આ પણ વાંચો -- VADODARA : રોડ સાઇડ છાપરામાં રહેતા મહિલાનો કાન કાપી લૂંટ

Tags :
CongressElectricityleadermeterpainingprotestsselfsmartuniqueVadodara
Next Article