ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પાણીની લાઇનના લિકેજનો ફુવારો ત્રીજા માળ સુધી પહોંચ્યો

VADODARA : વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી સોસાયટી બહારથી પસાર થતી પાણીની લાઇનમાં ગંભીર લિકેજ (MASSIVE WATER LEAKAGE) સામે આવ્યું છે. સાંજના સમયે પાણીના વાલ્વમાંથી ફોર્સ સાથે પાણી લિક થતા ઘરના ત્રીજા માળ સુધી ફુવાકો પહોંચે છે. જેને લઇને...
04:38 PM Jun 06, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી સોસાયટી બહારથી પસાર થતી પાણીની લાઇનમાં ગંભીર લિકેજ (MASSIVE WATER LEAKAGE) સામે આવ્યું છે. સાંજના સમયે પાણીના વાલ્વમાંથી ફોર્સ સાથે પાણી લિક થતા ઘરના ત્રીજા માળ સુધી ફુવાકો પહોંચે છે. જેને લઇને સ્થાનિકની મુશ્કેલીઓ વધવા પામી છે. આ અંગે પાલિકામાં રજૂઆત કરતા અધિકારીઓ વાલ્વ બદલવાની જગ્યાએ પંચર કરીને જતા રહે છે. જેના કારણે આ સમસ્યાનું કાયમી સમાધાન મેળવી શકાતું નથી, તેવો સ્થાનિકનો આરોપ છે.

વારંવાર રજૂઆત કરવામાં આવી

વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી શુક્લા નગર સોસાયટી બહારથી પસાર થતી પાણીની લાઇનનો વાલ્વ ફોર્સમાં લિકેજ થાય છે. તેના કારણે નજીકના ઘરમાં ત્રીજા માળ સુધી અને ક્યારેક તો અગાસી સુધી પાણીનો ફુવારો પહોંચી જાય છે. આ સમસ્યાને લઇને સ્થાનિક દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ આ સમસ્યાનું કાયમી ઉકેલ લાવવામાં કોઇ સફળતા મળી શકી નથી. સાથે જ આ લાઇન પરનું ઢાંકણું પણ બોદી હાલતમાં છે, જો ચોમાસામાં પાણી ભરાઇ જાય તો જાણકારીના અભાવે ટુ વ્હીલર અથવા કાર-ટ્રક ખોટકાઇ શકે તેમ છે.

પંચર કરીને જાય છે

સ્થાનિક ઉત્સવ પરીખ જણાવે છે કે, આ વોર્ડ નં - 1 નો શુક્લા નગર છે. જે ન્યુ સમા રોડ પર આવેલું છે. અમારી દુકાનની સામે પાણીનો વાલ્વ જાય છે. શુક્લા નગર પાણીની ટાંકી જે પાણી પહોંચાડે છે. આ જગ્યાએ પાણી ઘરના ત્રીજા માળ સુધી પહોંચે તેટલા ફોર્સથી લિક થાય છે. જેનું સોલ્યુશન લાવવાની જગ્યાએ તંત્ર દ્વારા પંચર કરવામાં આવી રહ્યું છે. જેમ કે આપણે ટાયર ફાટી ગયું છતા આપણે પંચર કરીએ, તે રીતે પંચર કરીને જાય છે. રીપેરીંગ કરનારાઓ પણ વાલ્વ નવો જ નાંખવો પડશે તેમ કહી જાય છે. આખરે અમે સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેનને જાણ કરી, તેમણે અમારી મદદ કરી છે. પાલિકાની કર્મચારીઓ પણ જોઈને જાય છે, કોઇ ઉકેલ લાવતું નથી. પાણીનો ફુવારો ત્રીજા માળ સુધી પહોંચે છે. સાંજે છ વાગ્યાથી પાણી લિકેજ થવાનું શરૂ થઇ જાય છે.

આ પણ વાંચો -- VADODARA : દુર્ગંધ મારતા પાણીએ લોકોની મુશ્કેલીઓ વધારી, તંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ

Tags :
3floorhouseleakageLinenagarofrdreachshuklaVadodarawater
Next Article