Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પ્રથમ દિવસે જિલ્લામાં 15,717 બાળકોનો શાળા પ્રવેશ

VADODARA : શિક્ષણની ગુણવત્તામાં સુધારણા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા ૨૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે કલેક્ટર બીજલ શાહે (VADODARA COLLECTOR BIJAL SHAH) વાઘોડીયાની પિપલીયા પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહીને જિલ્લાવ્યાપી...
07:03 PM Jun 26, 2024 IST | PARTH PANDYA

VADODARA : શિક્ષણની ગુણવત્તામાં સુધારણા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા ૨૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે કલેક્ટર બીજલ શાહે (VADODARA COLLECTOR BIJAL SHAH) વાઘોડીયાની પિપલીયા પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહીને જિલ્લાવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

ભૂલકાઓને વાત્સલ્ય ભેર આવકાર્યા

શાળા પ્રવેશોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે કલેક્ટર બીજલ શાહે વાઘોડીયા તાલુકાની પીપળીયા પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહીને નાના ભૂલકાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ તેઓએ પાવલેપુરા પ્રાથમિક શાળા ખાતે જઈને ભૂલકાઓનું નામાંકન કરાવ્યું હતું. આ બંને શાળાઓમાં કલેક્ટરએ ભૂલકાઓને ઉપયોગી સામગ્રી યુક્ત શૈક્ષણિક કિટ આપીને ભૂલકાઓને વાત્સલ્ય ભેર આવકાર્યા હતા.

પ્રોત્સાહન પુરૂ પાડ્યું

કલેક્ટર શાહે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓનો સંપૂર્ણ લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ સર્વાંગી વિકાસનો પ્રથમ પાયો છે. અહીં તેમણે ભૂલકાઓને દરરોજ શાળાએ આવવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. તેમના આ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

તો, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા ડેસર તાલુકાની લીમડાના મુવાડા પ્રા. શાળા, રાજુપુરા (સ્કૂલ ઓફ એક્સલેન્સ) પ્રા. શાળા, ગોપરી પ્રા. શાળા – એમ કુલ ત્રણ શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને કુમકુમ તિલક કરીને ભૂલકાઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. પ્રવેશપાત્ર ભૂલકાઓ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમણે વાલીઓને શિક્ષણના માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એવા શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શાળામાં દાખલ કરાવ્યા

જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે વડોદરા તાલુકાની ખલીપુર પ્રા. શાળા, વરણામા પ્રા. શાળા અને શ્રી સેવા સમાજ શારદામંદિર ખાતે ઉપસ્થિત રહીને ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરાવ્યા હતા. તો, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ સાવલી તાલુકાના મહાપુરા અને મોક્ષી પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

પ્રવેશ કરાવવામાં આવ્યો

આવી રીતે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વડોદરા જિલ્લાની કુલ ૨૮૨ પ્રાથમિક શાળાઓ/આંગણવાડીમાં રાજ્યકક્ષાના અને જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યઓ સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ દ્વારા કુલ ૧૫,૭૧૭ ભૂલકા/વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડીમાં ૧૭૪૪ ભૂલકા, બાલવાટિકામાં ૩૯૫૮ ભૂલકા, ધો-૧ માં ૩૮૬૫ બાળકો, ધો-૯ માં ૪૪૯૫ અને ધો-૧૧ માં ૧૬૫૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

શૈક્ષણિક કિટ આપવામાં આવી

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી બાળકોનું ઉજ્જવળ ભાવિ સુનિશ્ચિત કરવા અવિરત ઉજવાતા શિક્ષણના આ મહાયજ્ઞના ૨૧મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે વડોદરા સહિત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન સૌ પ્રથમવાર બાળકોને ૩૦ ઉપયોગી સામગ્રી યુક્ત શૈક્ષણિક કિટ આપવામાં આવી રહી છે. જેના ઉપયોગથી બાળકોને શારીરિક અને માનસિક રીતે વધુ તંદુરસ્ત બનાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે.

આ પણ વાંચો -- VADODARA : કરજણમાં 5 વર્ષમાં 50 થી વધુ શાળાઓનું બાંધકામ થયું

Tags :
2024andcollectorDistrictOfficialsOtherPraveshotsavSchoolVadodara
Next Article