Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શિક્ષણ સમિતિની શાળામાં પરીક્ષા પહેલા મચી દોડધામ

VADODARA : વડોદરા (VADODARA) માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં ધો. 3 - 5 ની સત્રાંત પરીક્ષા ચાલી રહી છે. આજે સમિતિની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પ્રમાણમાં પેપર નિકળ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ...
vadodara   શિક્ષણ સમિતિની શાળામાં પરીક્ષા પહેલા મચી દોડધામ

VADODARA : વડોદરા (VADODARA) માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં ધો. 3 - 5 ની સત્રાંત પરીક્ષા ચાલી રહી છે. આજે સમિતિની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પ્રમાણમાં પેપર નિકળ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં  સમયસર પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવતા પરીક્ષાના સમયનો વેડફાટ નહિ થયા હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે. પરીક્ષાની અગત્યની કામગીરીમાં જોડાયેલા લોકોની ભૂલે આજે શિક્ષકો અને શાળા સંચાલકોને દોડતા કરી દીધા હતા.

Advertisement

નિરીક્ષકોને દોડાવવા પડ્યા

વડોદરા સહિત ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે શાળાઓમાં અન્ય વર્ગોની પરીક્ષાઓ લેવાઇ રહી છે. તે જ રીતે શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ હાલ પરીક્ષા ચાલી રહી છે. આજે શિક્ષણ સમિતિની ત્રણ શાળાઓમાં પરીક્ષાના પેપર ઓછા નિકળતા સંચાલકો અને શિક્ષકોએ છેલ્લી ઘડીએ દોટ મુકવી પડી હતી. તો બીજી તરફ સમિતિને આ અંગેની જાણ કરવામાં આવતા નિરીક્ષકોને દોડાવવા પડ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

વિદ્યાર્થીઓને સમય વેડફાતો બચાવી લેવાયો

પ્રાપ્ત માહિતી પ્રમાણે દંતેશ્વરની ભક્ત કવિ નરસિંહ મહેતા, પ્રતાપનગર સરકારી શાળા અને ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં ધો. 3 - 5 ની પરીક્ષા ટાણે પેપર ઓછા પહોંચ્યા હતા. આ વાત પરીક્ષાના અડધો કલાક પહેલા ધ્યાને આવતા વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને સમય વેડફાતો બચાવી લેવામાં આવ્યો હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે. જો કે, આ ગંભીર છબરડો સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે સમિતિ દ્વારા શુ પગલાં લેવામાં આવે છે તેવા પર સૌની નજર રહેશે.

પેપર અડધો કલાક પહેલા ખોલવાના હોય

સમિતિ સંચાલિત દંતેશ્વરની શાળા સંચાલકે મીડિયાને જણાવ્યું કે, મારી શાળામાં ધો. 3 ના પેપર ઓછા હતા. જેને લઇને અમે બપોરની પાળી અને નજીકની શાળામાંથી પેપરની વ્યવસ્થા કરીને પરીક્ષા સમયસર શરૂ કરાવી દેવામાં આવી છે. મારી શાળામાં 10 પેપર ઓછા હતા. જેને સેટ કરીને મંગાવી દેવામાં આવ્યા છે. પેપર અડધો કલાક પહેલા ખોલવાના હોય છે. અમારૂ ધ્યાન પરીક્ષા શરૂ થતા પહેલા જ પેપરની ઘટ પર જતા પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને પરીક્ષાના કોઇ પણ સમયનો વેડફાટ થયો નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : એક રાતમાં રૂ. 7.82 લાખનું નુકશાન

Tags :
Advertisement

.