Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સરદાર બાગ સ્વિમીંગ પુલ શરૂ, ડે. મેયરે કહ્યું, "7 મીએ આભાર માનજો"

VADODARA : વડોદરાનું સૌથી જુનું અને જાણીતુ સરદાર બાગ સ્વિમીંગ (SARDAR BAG SWIMMING POOL) પુલ આજે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શહેરના ડેપ્યુટી મેયર (DEPUTY MAYOR) ચિરાગ બારોટ હાજર રહ્યા હતા. અને તરવૈયાઓને કહ્યું કે, "7 મીએ આભાર માનજો"....
vadodara   સરદાર બાગ સ્વિમીંગ પુલ શરૂ  ડે  મેયરે કહ્યું   7 મીએ આભાર માનજો

VADODARA : વડોદરાનું સૌથી જુનું અને જાણીતુ સરદાર બાગ સ્વિમીંગ (SARDAR BAG SWIMMING POOL) પુલ આજે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શહેરના ડેપ્યુટી મેયર (DEPUTY MAYOR) ચિરાગ બારોટ હાજર રહ્યા હતા. અને તરવૈયાઓને કહ્યું કે, "7 મીએ આભાર માનજો". અત્રે નોંધનીય છે કે, વડોદરામાં 7,મે ના રોજ મતદાન યોજાવવા જઇ રહ્યું છે.

Advertisement

પુલને પુન: શરૂ કરવા માટેનું બીડું ડેપ્યુટી મેયરે ઝડપ્યું

વડોજરાનું સૌથી જુનું અને જાણીતું સરદાર બાદ સ્વિમીંગ પુલ લાંબા સમયથી બંધ હતું. તેને પુન: શરૂ કરવા માટે વારંવાર રીટેન્ડરીંગ કરવા છતા વાત આગળ વધતી ન હતી. જેને લઇને ખાસ કરીને ઉનાળામાં સ્વિમીંગ પુલની મજા માણવાની આશા રાખનારા તરવૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. સાથે જ લાઇફ ટાઇમ મેમ્બર્સમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો હતો. આખરે સરદાર બાગ સ્વિમીંગ પુલને પુન: શરૂ કરવા માટેનું બીડું ડેપ્યુટી મેયર ચિગાર બારોટ દ્વારા ઝડપવામાં આવ્યું હતું. જેનો લાંબા ઇંતજાર બાદ આજે સુખદ અંત આવ્યો છે. અને સરદાર બાગ સ્વિમીંગ પુલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સોસાયટી, સગા-વ્હાલાને કહીને આભાર માનજો

આજે સરદાર બાગ સ્વિમીંગ પુલ શરૂ થવાના સમયે મોટી સંખ્યામાં તરવૈયાઓ હાજર રહ્યા હતા. સાથે જ ડેપ્યુટી મેયર પણ હાજર હતા. આ તકે, ડેેપ્યુટી મેયરે કહ્યું, સરદાર બાગ સ્વિમીંગ પુલ સાથે ઘણાબધા સંસ્મરણો જોડાયા છે. તે લાગણીને વશ થઇને જ સ્વિમીંગ પુલ શરૂ કરવાનું બીડું ઝડપ્યું હતું. અગાઉ કહ્યું તેમ, આપ સૌ એ આભાર માનવો હોય તો 7 તારીખે માનજો. તમે એકલા નહિ, સોસાયટી, સગા-વ્હાલાને કહીને આભાર માનજો. તે જ અમારી માટે સૌથી મોટો આભાર હશે. અત્રે નોંધનીય છે કે, વડોદરામાં 7 ,મે ના રોજ મતદાન યોજાનાર છે. તે સંદર્ભે વધુ લોકો મતદાન કરે તેનો અહિંયા ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પેટ્રોલિયમના ટેન્કરમાંથી દારૂની હેરાફેરી પકડી પાડતી ગ્રામ્ય LCB

Advertisement
Tags :
Advertisement

.