Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SOG ની વોચમાં ગાંજા સાથે એક ઝબ્બે

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SPECIAL OPERATION GROUP) દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી ગાંજા સાથે એકને પકડી પાડ્યો છે. કાર્યવાહીમાં ધરપકડ કરાયેલા આરોપી સામે વાઘોડિયા પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ...
vadodara   sog ની વોચમાં ગાંજા સાથે એક ઝબ્બે

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SPECIAL OPERATION GROUP) દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી ગાંજા સાથે એકને પકડી પાડ્યો છે. કાર્યવાહીમાં ધરપકડ કરાયેલા આરોપી સામે વાઘોડિયા પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ ગ્રામ્ય એસઓજી દ્વારા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

કેનાલવાળા રોડ પર વાહન ચેકીંગ

વડોદરા ગ્રામ્ય એસઓજી માદક દ્રવ્યોની હેરાફેરી અને તેના ખરીદ-વેચાણ પર ખાસ નજર રાખતી હોય છે. જેને લઇને ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય છે. તેવામાં ટીમને ચોક્કસ બાતમી મળી હતી. જેને લઇને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાઘોડિયા પોલીસ મથક વિસ્તારમાં વેસણીયા ગામની સિમમાં, રામેશરા થી આજવા આવતા કેનાલવાળા રોડ પર વોચ રાખવામાં આવી હતી.. જેમાં ગાંજા સાથે પંકિત કિશોરભાઇ રાવળ (રહે. કેલનપુર, પાણીની ટાંકી પાસે વડોદરા) ને ઝડપી પાડવામાં આવ્યો છે. અને તેના વાઘોડિયા પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વધુ તપાસ માટે જરોપ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.

બે વોન્ટેડ જાહેર

ઉપરોક્ત કાર્યવાહીમાં 2.76 કિલો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે. જેની કિંમત રૂ. 20 હજાર આંકવામાં આવી છે. સાથે જ આરોપી પાસેથી મોબાઇલ, રોકડા રૂપિયા અને ટુ વ્હીલર પણ કબ્જે કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં કલ્પેશ ઉર્ફે કમલેશ બારીયા અને તેની સાથે મુદ્દામાલ આપવા માટે આવેલા અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

આરોપીની એમઓ

પંકિત રાવળ ગાંજાનો જથ્થો લાવીને વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કરતો હોવાનું તેણે પ્રાથમિક વિગતમાં જણાવ્યું છે. તો બીજી તરફ આના જેવા ગાંજો વેચવા ફરતા તત્વો પર લગામ તસવા માટે ગ્રામ્ય એસઓજી સક્રિય બની છે.

આ પણ વાંચો -- VADODARA : લોકોની મુશ્કેલીઓ ભુલી તંત્ર પીવાલાયક પાણીથી સ્વિમીંગ પુલ ભરવા તત્પર

Advertisement

Tags :
Advertisement

.