Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આરોપીને પકડવા પેરોલ ફર્લો સ્કવોર્ડ ત્રણ રાજ્ય ખુંદી વળી, ટીમની સફળતા પુરસ્કૃત

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્ય પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડ (Parole Furlough Squad) દ્વારા ફરાર આરોપીઓને દબોચી કાઢી કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઇ રહે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. તાજેતરમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા 15...
vadodara   આરોપીને પકડવા પેરોલ ફર્લો સ્કવોર્ડ ત્રણ રાજ્ય ખુંદી વળી  ટીમની સફળતા પુરસ્કૃત

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્ય પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડ (Parole Furlough Squad) દ્વારા ફરાર આરોપીઓને દબોચી કાઢી કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઇ રહે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. તાજેતરમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા 15 વર્ષ પહેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને ફર્લો રજા મેળવી 11 વર્ષથી પોતાની ઓળખ છુપાવી કર્મકાંડી મહંત બની ગયેલા આરોપીને રાજસ્થાનના જયપુરથી શોધી કાઢવામાં આવ્યો છે. આ કામગીરી સામે પોલીસને રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

તલવારનો એક જીવલેણ ઘા મારીને હત્યા

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેરના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી બાબુરામ વિદેશીયારામ શર્મા (રહે. જાદવ શેઠની શેરી, અમરાઇ વાડી, અમદાવાદ) ની ઓગષ્ટ - 2008 માં પાડોશમાં રહેતા ભોલારામ દુર્ગાપ્રસાદ શર્મા સાથે રીક્ષા પાર્કિંગ અંગે તકરાર થઇ હતી. ઝઘડામાં તેઓએ તલવારનો એક જીવલેણ ઘા મારીને તેની હત્યા નિપજાવી દીધી હતી. ઓગષ્ટ - 2011 માં સિટી સેશન્સ ભદ્ર કોર્ટ, અમદાવાદ ખાતે કેદી બાબુરામ વિદેશીયારામ શર્માને આજીવન કેદની સજા જાહેર કરવામાં આવી હતી. જે બાદ ડિસેમ્બર - 2013 ના રોજ તે 14 દિવસની ફર્લો રજા મંજૂર કરાવીને બહાર ગયો હતો. જાન્યુઆરી - 2014 માં જેલ પર હાજર થવાની જગ્યાએ તે ફરારા થઇ ગયો હતો.

Advertisement

આજદિન સુધી ભાગતો ફરતો

આરોપીએ ફર્લો રજા દરમિયાન તેનું રહેણાંસ સરનામું પત્નીના પિયર ભાણપુર, પાદરા વડોદરાનું લખાવ્યું હતું. રજા દરમિયાન તે ત્યાં વસવાટ કરતો હતો. જે બાદથી લઇને આજદિન સુધી તે ભાગતો ફરતો હતો.

કર્મકાંડી બ્રાહ્મણ બની નવો વ્યવસાય અપનાવ્યો

દરમિયાન મામલે પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ દ્વારા આરોપીને પકડી પાડવા માટે વિગતો એકત્ર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેવામાં માહિલી સામે આવી કે, બાબુરામ ગુજરાત છોડીને અયોધ્યામાં હેર સલુન ચલાવે છે. પરંતુ લાંબા સમયથી તે પોતાનું નામ અને ઓળખ બદલીને ઉત્તર ભારતમાં ફરી રહ્યો છે. આરોપી પંજાબ-હરિણાયામાં હોવાથી 7 દિવસથી ટીમ પંજાબ હરિયાણામાં તપાસમાં હતી. જે બાદ માહિતી મળી કે બાબુરામ રાજસ્થાનના જયપુરમાં કોઇ આશ્રમમાં કર્મકાંડી બ્રાહ્મણ બની નવો વ્યવસાય ચલાવી રહ્યો છે.

Advertisement

કપરી કામગીરી ટીમે શરૂ કરી

જે બાદ ટીમ 50 લાખની જનસંખ્યા ધરાવતા જયપુરમાં આરોપીને શોધવા પહોંચી હતી. જયપુર મહાનગરમાં ઢગલામાંથી સોય શોધવા જેવી કપરી કામગીરી ટીમે શરૂ કરી હતી. ટીમે વિતેલા 4 દિવસથી દિવસ-રાત એક કરીને અલગ અલગ આશ્રમો-સાધુઓના અખાડામાં આરતી પૂજનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. સંતો મહંતો સાથે પરિચય કેળવ્યો હતો. તેવામાં માહિતી મળી કે, મહંત શંકરા નારાયણ બ્રાહ્મણ ન હોવા છતાં કર્મકાંડી તરીકે સવેતન પૂજા પાઠ કરે છે. જેના આધારે બાબુરામને જામડોલી ગામના મકાનમાં વાસ્તુ પુજનમાંથી દબોચી લેવામાં આવ્યો છે.

રોકડ પુરસ્કારથી સન્માનિત

વડોદરા ગ્રામ્ય પોલીસની પેરોલ ફર્લો ટીમની લીડ કરનાર પીએસઆઇ એ. આર. મહિડા તથા ટીમની સફળતાને રૂ. 11 હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ચાર્જ સંભાળ્યો, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.