પેરોલની અવધિને સજાની અવધિમાં શામેલ કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે કોઇ કેદીની સમયથી પહેલા મુક્તિ પર વિચાર કરતા તેને આપવામાં આવેલી પેરોલની અવધિને સજામાંથી બાકાત ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂકાદા પાછળ શું તર્ક આપ્યો ?બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે, '14 વર્ષના વાસ્તિવક કારાવાસ પર વિચાર કરવા દરમ્યાન પેરોલની અવધિ શામેલ કરવાનà«
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે કોઇ કેદીની સમયથી પહેલા મુક્તિ પર વિચાર કરતા તેને આપવામાં આવેલી પેરોલની અવધિને સજામાંથી બાકાત ગણવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ચૂકાદા પાછળ શું તર્ક આપ્યો ?
બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે, '14 વર્ષના વાસ્તિવક કારાવાસ પર વિચાર કરવા દરમ્યાન પેરોલની અવધિ શામેલ કરવાની કેદીઓ તરફથી આપવામાં આવેલી દલીલને જો સ્વીકારી લેવામાં આવે તો પ્રભાવશાળી કૈદી ઘણીવાર પેરોલ હાંસલ કરી શકે છે, કારણ કે તેના પર કોઇ પ્રતિબંધ નથી, અને તેને અનેકવાર પ્રદાન કરી શકાય છે. જો કેદીઓ તરફથી કરવામાં આવેલી દલીલ સ્વીકારી લેવામાં આવશે તો વાસ્તવિક કારાવાસનો ઉદ્દેશ્ય જ નષ્ટ થઇ જશે.
દોષીતોની અપીલ પર સુનાવણી કરી રહી હતી સુપ્રીમ કોર્ટ
સર્વોચ્ચ અદાલત આજીવન કેદની સજા ભોગવી રહેલા કેટલાક દોષિતોની અપીલની સુનાવણી કરી રહી હતી, જેમને ગોવા પ્રિઝનર્સ રૂલ્સ, 2006ની જોગવાઈઓ હેઠળ પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા.તમામ કેદીઓએ નિયમો હેઠળ સમય પૂર્વે મુક્તિ માટે અરજી કરી હતી અને સ્ટેટ સેન્ટેન્સ રેવન્યૂ બોર્ડે તેમની સમયપૂર્વ મુક્તિની ભલામણ કરી હતી
રાજ્ય સરકારે માંગ્યો હતો કોર્ટનો અભિપ્રાય
રાજ્ય સરકારે આ સંદર્ભે સજા સંભળાવનાર કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો અને તે અદાલતનો અભિપ્રાય હતો કે દોષિતોને તેમના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમય પહેલા છોડી શકાય નહીં. આ પછી રાજ્ય સરકારે તેની અરજી ફગાવી દીધી અને ત્યારબાદ તેમણે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement