VADODARA : રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલીંગ
VADODARA : વડોદરા (VADODARA) માં ભગવાન જગન્નાથજી પરિવારની રંગેચંગે 7 જુલાઇના રોજ રથયાત્રા (RATHYATRA - 2024) નિકળનાર છે. તે પહેલા પોલીસ (VADODARA POLICE) દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ફૂટ પેટ્રોલીંગ દરમિયાન સાથે પાલિકા, ટેલિકોમ અને વિજ કંપનીના કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે. અને જે કોઇ સ્થળે રથયાત્રાને નડતરરૂપ જણાય તો તે અંગે સુચન આપવામાં આવ્યું છે. આમ, શહેર પોલીસ રથયાત્રાને લઇને પોતાની કમર કસી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
તૈયારીઓ તેજ કરી દેવામાં આવી
વડોદરામાં અષાઢી બીજના રોજ દર વર્ષની જેમ ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઇને પૂર્વ તૈયારીઓ 10 દિવસ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમ જેમ રથયાત્રાના દિવસો નજીક આવતા જાય છે, તેમ તેમ શહેર પોલીસ દ્વારા તેમની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તાજેતરમાં વડોદરાના ડીસીપી પન્ના મોમાયાના નેતૃત્વમાં ફૂટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સયાજીગંજ પંચમુખી હનુમાનજી મંદિરથી લઇને પદ્માવતી શોપીંગ સેન્ટર સુધીના રૂટ પર પોલીસ તેમજ અન્ય વિભાગની કર્મીઓ હાજર રહ્યા હતા. અને રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે દિશાનિર્દોશો કર્યા હતા.
પાલિકા, ટેલિકોમ અને વિજ કંપનીના કર્મી સાથે રખાયા
DCP પન્ના મોમાયા જણાવે છે કે, આગામી 7, જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. તેના અનુસંધાને
સયાજીગંજ પંચમુખી હનુમાનજી મંદિરથી લઇને પદ્માવતી શોપીંગ સેન્ટર સુધીના રૂટ પર ફૂટ પેટ્રેલીંગ કરી રહ્યા છે. દરમિયાન પાલિકા, ટેલિકોમ અને વિજ કંપનીના કર્મચારીઓને સાથે રાખ્યા છે. જ્યાં જરૂર જણાય તે બાબતે તેમને સુચના આપી અને સહકારમાં સાથે રાખી રથયાત્રામાં કંઇ નડતર રૂપ ન થાય તે માટે ફૂટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : હાથીખાનામાંથી ખરીદેલો તેલનો ડબ્બો ડુપ્લીકેટ હોવાનો આરોપ