Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રેન્જ IG સાથે સંકલન બેઠકમાં બે ધારાસભ્યો હાજર, જાણો ક્યા પ્રશ્નો મુકાયા

VADODARA : લોકસભાની ચૂંટણી ગતરોજ સત્તાવાર રીતે પૂર્ણ થઇ હોવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર બાદ અગાઉની જેમ રેન્જ આઇજી સાથે મહિનાના અંતે ધારાસભ્યોની બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાદરા અને કરજણના ધારાસભ્ય દ્વારા અનેક મુદ્દે રજૂઆત કરવામાં...
vadodara   રેન્જ ig સાથે સંકલન બેઠકમાં બે ધારાસભ્યો હાજર  જાણો ક્યા પ્રશ્નો મુકાયા

VADODARA : લોકસભાની ચૂંટણી ગતરોજ સત્તાવાર રીતે પૂર્ણ થઇ હોવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર બાદ અગાઉની જેમ રેન્જ આઇજી સાથે મહિનાના અંતે ધારાસભ્યોની બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાદરા અને કરજણના ધારાસભ્ય દ્વારા અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

પોઝીટીવ નિરાકરણ

કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જણાવે છે કે, ચૂંટણી પછીની પહેલી સંકલનની બેઠક હતી. પવિત્ર ગંગા દશહરાનો તહેવાર આવી રહ્યો છે. નર્મદા નદીમાં લોકો-શ્રદ્ધાળુઓ સારી રીતે પૂજા અર્ચના કરી શકે તે રીતેની અમારી રજૂઆત હતી. ઘણા ભક્તોના પણ તે સંદર્ભે ફોન આવ્યા હતા. તે અંગે આઇજી, એસપી અને કલેક્ટર સાથે ચર્ચા કરીને પોઝીટીવ નિરાકરણ લાવવામાં આવ્યો છે. તેમણે અમારી માંગણી સ્વિકારી છે. એક્સપ્રેસ હાઇવે શરૂ થયો છે, ત્યાર બાદ ટ્રાફીક જામ અને દુર્ઘટના બની નથી. અકસ્માતની ઘટના સંદર્ભે આવનાર સમયમાં રજૂઆત કરવામાં આવશે. સાંડકા બ્રિજ જલ્દી ચાલુ થાય તેવી માંગણી હાઇવે ઓથોરીટી દ્વારા સ્વિકારવામાં આવી છે. અને તેનું કામ વહેલીતકે શરૂ કરવામાં આવનાર છે.

છુટછાટ આપવામાં આવશે

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જણાવે છે કે, આજે સંકલનની બેઠકમાં વિસ્તારને લગતા પ્રશ્નોની રજૂઆત કરવાની હોય છે. નદીમાં ન્હાવા, પૂજા કરવા બાબતે રજૂઆત હતી. પૂજા કરવા માટેની છુટછાટ આપવામાં આવશે. સાથે જ ટ્રાફીકના પ્રશ્નો હતા, તેનો ઉકેલ લવાશે. આગામી સમયમાં આવતા તહેવારોને ધ્યાને રાખીને કોઇને નુકશાન ન થાય તે રીતે નદી માતાની પુજા કરવા માટે છુટછાટ આપવામાં આવશે.

Advertisement

બે પ્રશ્નો રજૂ કર્યા

રેન્જ આઇજી સંદિપ સિંગ જણાવે છે કે, આજે સંકલનની બેઠકમાં બે ધારાસભ્યો હાજર રહ્યા છે. પાદરા અને કરજણના હાજર હતા. બંનેએ પોલીસની કામગીરી અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા બદલ પ્રશંસા કરી હતી. ઉપરાંત કરજણ ધારાસભ્યએ બે પ્રશ્નો રજૂ કર્યા હતા. એક પોલીસની નવી બિલ્ડીંગ બનાવવા સંબંધિત છે. અને બીજો પ્રશ્ન ગંગા દશહરા સંબંધિત છે. તે અનુસંધાને કેવા બંદોબસ્તનું આયોજન છે, તે હતો.

આ પણ વાંચો -- VADODARA : ગત સાંજથી વિજળી ગુલ, ગિન્નાયેલા ધારાસભ્યએ કહ્યું, “હદ થઇ ગઇ”

Advertisement

Tags :
Advertisement

.