ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara : આ શાળાના આચાર્યએ ઝેરી દવા ગટગટાવી,વાંચો અહેવાલ

અહેવાલ -પીન્ટુ પટેલ ડભોઇ -વડોદરા   Vadodara: વડોદરાના શિનોર તાલુકાના આનંદી ગામના(Anandi Village) હાઈસ્કુલના પ્રિન્સિપાલએ (School Principal) આપઘાતનો (Suicide) પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર શિક્ષક પરીક્ષામાં વિધાર્થીને ચોરી કરાવતા પકડાયા હતા. જે...
09:02 PM Mar 21, 2024 IST | Hiren Dave
B.L. Patel High School

અહેવાલ -પીન્ટુ પટેલ ડભોઇ -વડોદરા

 

Vadodara: વડોદરાના શિનોર તાલુકાના આનંદી ગામના(Anandi Village) હાઈસ્કુલના પ્રિન્સિપાલએ (School Principal) આપઘાતનો (Suicide) પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર શિક્ષક પરીક્ષામાં વિધાર્થીને ચોરી કરાવતા પકડાયા હતા. જે બાદ DO ઓફિસ તરફથી કાર્યવાહી કરાતા આચાર્યએ દવા પીધી હતી. હાલમાં આચાર્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

પરીક્ષામાં બેદરકારીનો આરોપ લાગતા પ્રિન્સિપાલે ઝેરી દવાપી લીધી

વડોદરાના (Vadodara) શિનોર તાલુકાના  આનંદી ગામે બી.એલ. પટેલ સાર્વજનિક વિદ્યામંદિર સ્કૂલ છે. આ સ્કૂલમાં બોર્ડની (Board Exam) પરીક્ષાનું કેન્દ્ર છે. ગત 18 મી માર્ચે ધો.10 ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન વિષયનું પેપર હતું. ખંડ નીરિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કેટલાક સવાલોના જવાબો લખાવાયા હતાં. દરમિયાન સ્કૂલમાં સરકારી પ્રતિનિધિના નીરિક્ષણ દરમિયાન બે બ્લોકના ખંડ નીરિક્ષકો પાસેથી જવાબ લખેલી કાપલી મળી અને બોર્ડની પરીક્ષા કેન્દ્રમાં સરાજાહેર ચોરીનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ કેન્દ્ર સંચાલક(પ્રિન્સિપાલ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રિન્સિપાલે (Principal) ઝેરી દવા પીને આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હતો. જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા કેન્દ્રોની સરપ્રાઇટ વિઝિટ લેતા ભાંડો ફૂટ્યો

વડોદરા (Vadodara) જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરા શહેર અને જિલ્લામાં એજ્યુકેશન ઇન્સપેક્ટર્સ સ્કવોડ તરીકે ધો.10 અને 12ના બોર્ડના પરીક્ષા કેન્દ્રોની સરપ્રાઇટ વિઝિટ લેતા હોય છે. સરકારી પ્રતિનિધીઓને પણ સૂચના આપવામાં આવી છે કે, તમામ બિલ્ડિંગમાં તપાસ કરતા રહે અને ક્યાંય કોઇ ઘટના જણાય તો તુરંત જ જાણ કરે. જેથી પરીક્ષા દરમિયાન વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામના પરીક્ષા કેન્દ્ર ઉપર સુપરવાઇઝર પાસેથી પરીક્ષામાં લખાયેલા ઉત્તરોનું સાહિત્ય મળ્યું હતું. એ સરકારી પ્રતિનિધિને મળ્યું હતું અને એને એના અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી પ્રતિનિધીએ શિક્ષણ નિરીક્ષકને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ હકિકતની વિગતો વહીવટીતંત્રના ધ્યાને મુકી હતી. એના આધારે એ પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલક સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો છે અને કેન્દ્ર સંચાલક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે ખુલાસો કરવા માટે તમામ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.

બોર્ડની કમિટી સુનાવણી બાદ  નિર્ણય લેશે

તેઓએ ઉમેર્યુ હતું કે, સુપરવાઝરને પૂછતા તેને પટાવાળાએ સાહિત્ય આપ્યાની વાત કરી હતી અને પટ્ટાવાળાએ કેન્દ્ર સંચાલકે આપ્યાની વાત કહી હતી. તમામ કર્મચારીઓનો પક્ષ જાણવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેન્દ્ર સંચાલક વાસુદેવ પટેલે ઉત્તર લખેલુ સાહિત્ય આપ્યું હોવાનું સ્વિકાર્યું હતું. જેથી સંબંધિક કેન્દ્ર સંચાલક એટલે શાળાના આચાર્ય વાસુદેવ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નિયમ પ્રમાણ શિક્ષાત્મક કાર્યવાહી થતી હોય તે તપાસ કરીને હાથ ધરવા માટે સંચાલક મંડળને સૂચના આપવામાં આવી છે. આ મામલે સમગ્ર રિપોર્ટ બોર્ડમાં મોકલી આપવામાં આવ્યો છે અને બોર્ડની કમિટી સુનાવણી કરીને નિર્ણય લેશે.

 

આ  પણ  વાંચો -VADODARA : હોળી નિમિત્તે ખાસ ફૂડ ચેકીંગ ડ્રાઇવ ત્રીજા દિવસે પણ યથાવત, પરિણામ 14 દિવસ બાદ આવશે

આ  પણ  વાંચો -VADODARA : અનગઢ ગામ પાસે મહિસાગર નદીનું પાણી દુર્ગંધ મારતુ અને દુષિત જણાયુ

આ  પણ  વાંચો - VADODARA : સાંસદ અને ઉમેરવાદ રંજનબેન ભટ્ટ સામે પોસ્ટર વોરમાં તપાસનો રેલો મોટા નેતા સુધી પહોંચશે

 

 

Tags :
Anandi VillageBoard ExamSchoolSchool PrincipalsuicideVadodara
Next Article