ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સાંસદ વિરૂદ્ધ પોસ્ટર વોરમાં કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીની 5 કલાક પુછપરછ

VADODARA : વડોદરા (VADODARA) ના સાંસદ અને ત્રીજી ટર્મ માટે લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ (MP RANJANBEN BHATT)  વિરૂદ્ધ પોસ્ટર વોરનો  (POSTER WAR) રેલો આજે કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી સુધી પહોંચ્યો છે. ગતરોજ રૂત્વિજ જોશીને પોલીસે હાજર રહેવા માટે...
04:45 PM Mar 22, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના સાંસદ અને ત્રીજી ટર્મ માટે લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ (MP RANJANBEN BHATT)  વિરૂદ્ધ પોસ્ટર વોરનો  (POSTER WAR) રેલો આજે કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી સુધી પહોંચ્યો છે. ગતરોજ રૂત્વિજ જોશીને પોલીસે હાજર રહેવા માટે નોટીસ આપી હતી. આજે રૂત્વિજ જોશી હાજર થતા પોલીસે 5 કલાક મેરેથોન પુછપરછ હાથ ધરી છે. પોલીસ સમક્ષ હાજર થવા સમયે અને પરત ફરતી વેળાએ રૂત્વિજ જોશીના સુર બદલાયા હોવાનું દેખાઇ રહ્યું હતું.

પુછપરછમાં સહકાર આપીશું

રૂત્વિજ જોશી જણાવે છે કે, ગઇ કાલે જે નોટીસ પાઠવવામાં આવી હતી. તેને સંદર્ભે હાજર થયો હતો. કાયદાનું માન સન્માન કરીએ છીએ. મેટર કાદયાકીય છે. પોલીસે જે કોઇ સવાલો પુછ્યા છે તેના જવાબ આપ્યા છે. જ્યારે જ્યારે પોલીસ બોલાવશે ત્યારે ત્યારે પુછપરછમાં સહકાર આપીશું.

મેટર સબ જ્યુડીશીયલ છે

લીગ એડવાઇઝર જણાવે છે કે, છાપવાનું ક્યાં થયું, પ્રિન્ટર ક્યાંનું હતું તે અંગેની માહિતી હતી, જે જાણતા હતા તે હકીકત પોલીસને કહી દીધી છે. કોઇ ધમકી નથી આપી. સામાન્ય બેનર લઇને બહાર નિકળવું એનસી ફરિયાદ છે. ભાજપ પોતાના ઇશારે આ બધુ કરી રહી છે. અત્યારે મેટર સબ જ્યુડીશીયલ છે.

પોલીસ સમક્ષ હાજર થતા પહેલા કહ્યું હતું, બીક એને લાગે જેણે કંઇ ખોટું કર્યુ હોય

વારસીયા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ મારા ઘરે આવ્યા હતા. તેમણે મને નોટીસ પાઠવી હતી. નોટીસમાં બે દિવસમાં નિવેદન આપવા માટે જણાવ્યું હતું. અમે કાયદાનું પાલન કરનારા લોકો છીએ અને કાયદામાં માનીએ છીએ. પીઆઇએ કીધું એટલે પહેલા જ દિવસે હું હાજર થઇ ગયું છે. કાયદાકીય પ્રક્રિયામાં સંપુર્ણ સહકાર આપવાનો છું. બીક એને લાગે જેણે કંઇ ખોટું કર્યુ હોય. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મને બે વર્ષ પૂર્ણ થયા છે. બે વર્ષ દરમિયાન ભાજપ સામેના આંદોલનો જાહેરમાં કર્યા છે. અને બેનર પોસ્ટર સાથે પરવાનગી લઇને આંદોલન કર્યા છે. અમે સાંસદ વિરૂદ્ધ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરા શહેરનો વિકાસ નથી થયો તે કોંગ્રેસ બોલે છે. આ વાત પહેલા કોણે કહી, પહેલા મુખ્યમંત્રીએ કહી, તે પછી ભાજપ પ્રદેશ પ્રમુખે કહી. ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હોય ,તેમના જ મહિલા આગેવાન ભ્રષ્ટાચારની પોલ ખોલે, કહે વિકાસ નેતાનો થયો છે. તેમના ધારાસભ્ય રાજીનામું આપે, પછી ડેમેજ કંટ્રોલ થઇ જાય.

કેટલાક શુભચિંતકોને મારા પ્રત્યે પ્રેમ છે

રૂત્વિજ જોશીએ કહ્યું કે, તેમના જ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરે, કેટલાક સામાજીક આગેવાનો ભાજપના કાર્યાલયમાં જઇને રજૂઆત કરી, 10 વર્ષમાં સાંસદ તરીકે શું કામગીરી કરી. જ્યારે પ્રજા અને લોકો કહી રહ્યા છે. પોલીસને રીકવેસ્ટ છે, મુખ્યમંત્રીએ કહ્યું વિકાસ નથી રહ્યો, પ્રદેશ પ્રમુખે પણ કહ્યું બોલાવો મુખ્યમંત્રીને, પ્રદેશ પ્રમુખને. કોંગ્રેસ વિપક્ષનું કામ કરે છે. કેટલાક શુભચિંતકોને મારા પ્રત્યે પ્રેમ છે, તેઓ મારા નામની સંડોવણી કરવાનો પ્રયાસ કરે છે. હરણી બોટ કાંડમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો, પાલિકાના પાપે આ થયું ત્યારે ભાજપનો એક પણ નેતા હોળી બોટકાંડમાં ન્યાયની વાત ન કરે, ત્યારે કોંગ્રેસે સહિ ઝુંબેશનો કાર્યક્રમ કર્યો. નોટીસમાં કલમનો ઉલ્લેખ છે, તેમાં કોઇ વિષય બાબતે જણાવ્યું નથી.

આ પણ વાંચો --VADODARA : સાંસદ વિરૂદ્ધ પોસ્ટર કાંડમાં જવાબ આપવા ગાંધીજીનું કટાઉટ લઇ પહોંચ્યા કોંગ્રેસ પ્રમુખ

Tags :
5 houragainstbhattBJPCongressinquiryMPPosterpresidentranjanbenVadodarawar
Next Article