Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વ્યાજખોરોની હવે ખેર નથી ! પોલીસ યોજશે જનસંપર્ક સભા

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા ગેરકાયદેસર નાણાંનું ધિરાણ કરીને ઉંચુ વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 27, જુનના રોજ 5 વાગ્યે નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે, લાલબાગના સરદાર પટેલ સભા ગૃહ ખાતે...
vadodara   વ્યાજખોરોની હવે ખેર નથી   પોલીસ યોજશે જનસંપર્ક સભા

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા ગેરકાયદેસર નાણાંનું ધિરાણ કરીને ઉંચુ વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 27, જુનના રોજ 5 વાગ્યે નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે, લાલબાગના સરદાર પટેલ સભા ગૃહ ખાતે પ્રથમ જાહેર જનસંપર્ક સભા રાખવામાં આવી છે. જેમાં વડોદરા પોલીસના ઝોન - 1 વિસ્તારમાં આવતા સયાજીગંજ, ફતેગંજ, છાણી, નંદેસરી, ગોરવા, જવાહરનગર, તથા લક્ષ્મીપુરા પોલીસ મથક વિસ્તારના લોકો રજુઆત કરી શકશે. આવનાર સમયમાં આ પ્રકારે અન્ય ઝોનમાં જાહેર સભાઓનું આયોજન કરવામાં આવનાર છે.

Advertisement

ઝોન - 1 માં આવતા વિસ્તાર માટે આયોજન

શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર નાણાંનું ધિરાણ કરીને ઉંચુ વ્યાજ વસુલવાના કિસ્સાઓ પોલીસ મથક સુધી પહોંચી રહ્યા છે.વ્યાજના વિષચક્રમાં લોકોને ફસાવીને આત્મહત્યા સુધી મજબુર કર્યાના કિસ્સાઓ આ વર્ષમાં આપણી સામે આવી ચુક્યા છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓ ડામવા માટે રાજ્યના ડીજીપી દ્વારા 31, જુલાઇ - 2024 સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન રાખવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરામાં 27, જુનના રોજ વડોદરા પોલીસના ઝોન - 1 માં આવતા પોલીસ મથકની ફરિયાદ સભામાં કરી શકાશે.

મુક્ત મને પોતાની વાત રજુ કરી શકશે

27, જુન સાંજે 5 વાગ્યે સરદાર પટેલ સભાગૃહ, નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે, લાલબાગ ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાયખોરીના દુષણનો ભોગ બનેલા લોકો હાજર રહી મુક્ત મને પોતાની વાત રજુ કરી શકશે. આવના સમયમાં અલગ અલગ ઝોનમાં આ પ્રકારે જનસંપર્ક કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ વાહન વિરૂદ્ધ ડ્રાઇવમાં 68 ચાલકો સામે પોલીસ ફરિયાદ

Advertisement
Tags :
Advertisement

.