VADODARA : ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી
VADODARA : વડોદરા (VADODARA) માં બુલેટ (BULLET) બાઇકના સાયલન્સરને મોડીફાય કરાવીને તેમાંથી ધ્વનિ પ્રદુષણ સર્જનારા તત્વો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. તાજેતરમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં રાત્રીના સમયે પોલીસ જવાનો (VADODARA POLICE) દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 5 જેટલા ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કાર્યવાહીને પગલે નિયમોનો ભંગ કરનારાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
5 બુલેટની અટકાયત
વડોદરામાં ધ્વનિ પ્રદુષણ કરનારાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ધ્વનિ પ્રદુષણ લાઉડ સ્પીકરો થકી હોય કે પછી બુલેટ બાઇકનું સાયલેન્સર મોડીફાય કરીને કરવામાં આવતું હોય, બંને કિસ્સાઓમાં પોલીસ સતર્ક રહીને કામગીરી કરી રહી છે. તાજેતરમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં રાત્રીના સમયે પોલીસ જવાનો દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વિકૃત અવાજ કરનારા 5 બુલેટની અટકાયત કરીને ચાલકો સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોડીફાઇડ કરાવીને ધ્વનિ પ્રદુષણ
આ બુલેટને ડિટેઇન કરીને ચાલકો સામે એમ વી એક્ટ મુજબની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજીને સાયલેન્સર મોડીફાઇડ કરાવીને ધ્વનિ પ્રદુષણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ફટાકડા જેવો ધડાકો પણ થાય
અત્રે ઉલ્લેખનીય છે કે, બુલેટ ચાલકો દ્વારા સાયલેન્સર મોડીફાય કરવામાં આવતા તેમાંથી મોટો અવાજ થાય છે. સાથે જ તેમાં વિશેષ સાધન મુકવામાં આવે તો ફટાકડા જેવો ધડાકો પણ થાય છે. આ ધડાકાના કારણે ધ્વનિ પ્રદુષણ થવાની સાથે લોકોમાં ડર પેંસવાનો પણ ભય રહેલો છે. જેના કારણે પોલીસ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : એક ટ્રકે અસંખ્ય વાહનચાલકો માટે મુશ્કેલી સર્જી