ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ખુરશીઓ વધારવી પડી

VADODARA RAILWAY : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) દ્વારા રેલવે અને પેટ્રોલિયમ વિભાગના મળીને એક લાખ કરોડ ઉપરાંતના વિકાસકાર્યો (DEVELOPMENT) નું ખાતમુહુર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર વિશેષ વર્ચ્યુઅલ કાર્યક્રમમું આયોજન...
03:09 PM Mar 12, 2024 IST | PARTH PANDYA

VADODARA RAILWAY : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) દ્વારા રેલવે અને પેટ્રોલિયમ વિભાગના મળીને એક લાખ કરોડ ઉપરાંતના વિકાસકાર્યો (DEVELOPMENT) નું ખાતમુહુર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર વિશેષ વર્ચ્યુઅલ કાર્યક્રમમું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા કે ખુરશીઓની સંખ્યા વધારવી પડી રહી હતી.  જેમ જેમ લોકો કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવતા ગયા તેમ તેમ ખુરશીઓની સંખ્યામાં વધારો કરવામાં આવતો રહ્યો હતો. ડીઆરએમ (DRM) સહિત અન્ય સ્થાનિક નેતાઓએ ખુરશીઓ એડજેસ્ટ કરવી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

વડોદરા રેલવે ડિવીઝનને ઘણી રીતે લાભ મળ્યો

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવે અને પેટ્રોલિયમ વિભાગના મળીને એક લાખ કરોજના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા રેલવે ડિવીઝન (VADODARA RAILWAY DIVISION) ને ઘણી રીતે લાભ મળ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન પર આ વર્ચ્યુઅલ કાર્યક્રમ સ્ક્રિન પર નિહાળવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આયોજકોના ધાર્યા કરતા થોડા થોડા કરીને વધુ લોકો આવતા જતા ખુરશીઓમાં પણ ઉમેરો કરવાની ફરજ પડી હતી.

જરૂર જણાય તેમ તેમ ખુરશીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો

શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સહિતના અગ્રણીઓ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચતા રહ્યા હતા. જેમ જેમ જરૂર જણાય તેમ તેમ ખુરશીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. જેટલા લોકો કાર્યક્રમમાં આવતા ગયા, તેટલા લોકોને આયોજકો દ્વારા સમાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેને લઇને એક તબક્કે ડીઆરએમ સહિત ચૂંટાયેલા નેતાઓ ખુરશીઓ એડજેસ્ટ કરતા જોવા મળ્યા હતા.

વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેતાઓના જમાવડાને ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇ ટુંકાગાળામાં જ મોટી જાહેરાત થવાની શક્યતાઓ છે. તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ બહાર પાડવામાં આવી ચુક્યું છે. ત્યારે ભાજપ દ્વારા પણ પહેલી યાદી તાજેતરમાં જ જાહેર કરવામાં આવી હતી. જેમાં વડોદરા સહિત અનેક બેઠકો પરથી ઉમેદવારોના નામોની જાહેરાત હજી બાકી છે. ત્યારે આજે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેતાઓના જમાવડાને ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. આજે વડાપ્રધાન ગુજરાતની ટુંકી મુલાકાતે પણ આવ્યા હતા. જેમાં તેમના હસ્તે એક લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરી દેશને સમર્પિત કર્યા છે.

 

આ પણ વાંચો --VADODARA : મહી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

Tags :
addedchairmodiMorePMprogramVadodaravirtual
Next Article