Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આવાસ યોજનાના મકાનોમાં ફાયર સેફ્ટીનો અભાવ

VADODARA : વડોદરાના રાત્રી બજાર નજીક આવેલા અગોરા મોલ પાછળ આવેલા આવાસ યોજનાના (PM AWAS YOJNA HOUSE) ફ્લેટમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. અહિંયા સાત માળ ના અનેક બિલ્ડીંગો આવેલા છે. આ સ્થળે ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી સ્થાનિકો...
vadodara   આવાસ યોજનાના મકાનોમાં ફાયર સેફ્ટીનો અભાવ

VADODARA : વડોદરાના રાત્રી બજાર નજીક આવેલા અગોરા મોલ પાછળ આવેલા આવાસ યોજનાના (PM AWAS YOJNA HOUSE) ફ્લેટમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. અહિંયા સાત માળ ના અનેક બિલ્ડીંગો આવેલા છે. આ સ્થળે ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી સ્થાનિકો ભયના માહોલ વચ્ચે જીવવા મજબુર બન્યા છે. સામાજીક કાર્યકર દ્વારા આ મુદ્દો સપાટી પર લાવવામાં આવ્યો છે. અને આ સ્થળે આવાસ યોજનામાં રહેતા લોકોને ચિંતામુક્ત કરવા માટે જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે.

Advertisement

બે ફાયર એક્સ્ટીંગ્યુશર મુકવામાં આવ્યા

વડોદરાના અગોરા મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના (PM AWAS YOJNA HOUSE) મકાનો આવેલા છે. અહિંયા A વિંગથી લઇને V વિંગ સુધી 400 જેેટલા મકાનો આવેલા છે. આશરે 3500 લોકો અહિંયા રહેતા હોવાનો અંદાજ છે. અહિંયા એક વિંગમાં 35 થી વધુ મકાનો આવેલા છે, જ્યાં માત્ર બે ફાયર એક્સ્ટીંગ્યુશર મુકવામાં આવ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.

ચાર મકાન દીઠ એક ફાયર સેફ્ટી બોટલ

એક્ટીવીસ્ટ અતુલ ગામેચી જણાવે છે કે, આગ લાગવાના સમયે ફાયર એક્સ્ટીંગ્યુશર જોઇએ જ, માત્ર બે બોટલ કંઇ ન કરી શકે. ગઇ કાલના બનાવો જોતા પાલિકા અને બિલ્ડરે જાગવું જોઇએ. ચાર મકાન દીઠ એક ફાયર સેફ્ટી બોટલ આપવો જોઇએ. જો આગ લાગશે, તો લોકોના જીવને જોખમ થઇ જશે. પીપીપી મોડલ થકી બનાવવામાં આવેલા મકાનોને લઇ બિલ્ડર પણ જવાબદાર છે. પાલિકા દ્વારા આવાસ યોજનાને આપવા યોગ્ય જરૂરી સુવિધાઓ આપી નથી.

Advertisement

રીફીલ કરવામાં આવ્યા નથી

અગ્રણી કમલેશ પરમાર જણાવે છે કે, જ્યારે કોઇ કાંડ સર્જાય છે, ત્યારે ફાયર ઓફિસર બહાર નિકળતા હોય છે. અહિંયા ફાયર સેફ્ટી માટેની કોઇ પાઇપ મુકવામાં આવી નથી. બિલ્ડીંગમાં સુવિધાઓ વગર રજાચીઠ્ઠી મળી ગઇ હોવાનું દેખાઇ રહ્યું છે. વર્ષ 2018 માં ફાયર સામે લડવા બોટલ મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રીફીલ કરવામાં આવ્યા નથી.

મેઇન્ટેનન્સનો ખર્ચ અગોરા મોલ વાળા કરે છે

સ્થાનિકો સર્વે દ્વારા જણાવ્યું કે, બિલ્ડર દ્વારા ફાયર સેફ્ટીના કોઇ સાધનો આપવામાં આવ્યા નથી. જેને લઇને ક્યારેક ચિંતા થાય છે. પહેલા આ જગ્યાનું નામ પીએમ આવાસ યોજના હતું. જેનું નામ બાલાજી હાઇટ્સ કરી દેવામાં આવ્યું છે. પાલિકામાંથી અહિંયાથી પ્રમાણ-માપ લઇ ગયા છે. અને કામ ટુંક સમયમાં શરૂ કરાવશે તેમ જણાવ્યું છે. મેઇન્ટેનન્સનો ખર્ચ અગોરા મોલ વાળા કરે છે. અત્યાર સુધી કોઇ બનાવ બન્યો નથી. જે ફાયર સેફ્ટીનો બોટલ મુક્યો છે, તે વર્ષ 2018 માં મુકવામાં આવ્યો છે. અમારે ત્યાં પાણીની લાઇન નથી. માત્ર બોટલ મુકવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગેમઝોન પર જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ

Tags :
Advertisement

.