Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પેરા એથ્લેટ ધ્રુવ પટેલની આંતરરાષ્ટ્રીય ગેમ્સ માટે પસંદગી

VADODARA : રીજ્યોનલ એથ્લેટિક્સ સેન્ટર વડોદરાના ખેલાડી પટેલ ધ્રુવ કુમારની 2 -10 જૂન 2024 દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી ઇન્ટરનેશનલ નોટવિલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ ગેમ્સ (International Nottwil World Para Athletics Grand Prix Games) માટે પસંદગી કરવામાં આવી છે. આપણા સૌ...
05:38 PM May 24, 2024 IST | PARTH PANDYA

VADODARA : રીજ્યોનલ એથ્લેટિક્સ સેન્ટર વડોદરાના ખેલાડી પટેલ ધ્રુવ કુમારની 2 -10 જૂન 2024 દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી ઇન્ટરનેશનલ નોટવિલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ ગેમ્સ (International Nottwil World Para Athletics Grand Prix Games) માટે પસંદગી કરવામાં આવી છે. આપણા સૌ માટે આ ગર્વની ક્ષણ છે. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે. અને તેમાં ગોલ્ડ મેડલ જીતવા માટે તેની તનતોડ મહેનત જારી છે.

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા ઉત્સાહિત

23 વર્ષિય ધ્રુવ પટેલ 400 મીટર દોડનો પેરા-એથ્લીટ છે, તે T 46 કેટેગરીમાં રમે છે. તેણે સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી તે 400 મીટરની દોડની પ્રેક્ટીસ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં પાંચ નેશનલ્સ ગેમમાં ભાગ લીધો છે. અને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત છે.

જમણો હાથ કચડાઈ ગયો

જો કે, તેની અહિંયા સુધીની મુસાફરી એટલી સરળ ન હતી, ધ્રુવ માત્ર ચાર વર્ષનો હતો ત્યારે એક અકસ્માતની ઘટનામાં તેનો જમણો હાથ કચડાયો હતો. તે જણાવે છે કે, " હું ચાર વર્ષનો હતો જ્યારે હું રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પસાર થઈ રહેલા ટ્રકના પૈડા નીચે મારો જમણો હાથ કચડાઈ ગયો હતો. આ ઘટનાએ મને માનસિક અને શારીરિક બંને રીતે નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ મારા માતા-પિતાના સપોર્ટથી હું સાજો થઈ ગયો હતો. અકસ્માતથી બહાર આવીને મેં મારામાં ધીમે ધીમે એક રમતવીર તરીકે મારી કુશળતા વિકસાવી.

પ્રદર્શનના આધારે પસંદગી

તેણે વધુમાં જણાવ્યું કે, હું એક ખેડુત પુત્ર છું. અકસ્માતની ઘટનાને સમય વિતી ગયા બાદ મેં લાંબા અંતરની દોડની પ્રેક્ટિસ શરૂ કરી, અને છેલ્લા આઠ વર્ષથી આ રમતને પ્રોફેશનલી દિશામાં આગળ લઇ જઇ રહ્યો છું. હું દરેક વખતે મારી જાતને પ્રોત્સાહિત કરું છું, અને તેથી જ હું ખેલ મહાકુંભમાંમાં સારૂ પ્રદર્શન કરી શક્યો. ત્યાંથી મારા પ્રદર્શનના આધારે મારી પસંદગી પેરા એથ્લેટ તરીકે થઈ છે. હવે, હું મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યો છું અને મેડલ માટે આશાવાદી છું,

ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ

ધ્રુવ દરરોજ લગભગ આઠ કલાક પ્રેક્ટિસ કરી રહ્યો છે અને તેની સ્કિલ્સને વધુ તીવ્ર બનાવવા માટે તૈયારી કરી રહ્યો છે. ખાસ કરીને સ્ટેમિના અને વજન સહિતના મુદ્દાઓ તેના ધ્યાને છે. તે ઉત્સાહિત થઇ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગર્વ અનુભવે છે. એશિયન ગેમ્સના પોડિયમ સુધી પહોંચવાનું પોતાનું સપનું જીવી રહ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા

Tags :
athleteathleticsCareerfirstforgamegrandinNottwilparaPrixselectedtimeVadodaraworld
Next Article