Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સમસ્ત ખારવા સમાજ દ્વારા કરિયર અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન

પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા સાગર સંસ્કાર હોલ ખાતે કેરિયર અને પર્સનાલિટી ડેવલપમેન્ટનું  આયોજન કરાયું હતુ.સમાજ દ્વારા અગાઉ આયોજીત ઓનલાઈન વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામા આવ્યા હતા. અને જે વ્યકિતઓએ પોતાની આવડત અને નિ:સ્વાર્થ ભાવે માનવ સેવા કરી ખારવા સમાજનુ નામ રોશન કર્યુ છે, તેવા વિશેષ કેટેગરીના ૧૦ વ્યકિતઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.કેરિયર વિશે  àª
સમસ્ત ખારવા સમાજ દ્વારા કરિયર અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન
Advertisement
પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા સાગર સંસ્કાર હોલ ખાતે કેરિયર અને પર્સનાલિટી ડેવલપમેન્ટનું  આયોજન કરાયું હતુ.સમાજ દ્વારા અગાઉ આયોજીત ઓનલાઈન વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામા આવ્યા હતા. અને જે વ્યકિતઓએ પોતાની આવડત અને નિ:સ્વાર્થ ભાવે માનવ સેવા કરી ખારવા સમાજનુ નામ રોશન કર્યુ છે, તેવા વિશેષ કેટેગરીના ૧૦ વ્યકિતઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કેરિયર વિશે  પ્રોફેસર ડો. ધવલ આરદેશણા દ્વારા વિધાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી આગળ કઈ રીતે અભ્યાસ કરવો તેનુ સંપૂર્ણ માર્ગદર્શન આપવામા આવ્યું હતું. પર્સનાલિટી ડેવલોપમેન્ટ વિશે એક્સપર્ટ ઋષીકાબેન હાથી દ્વારા સુંદર માર્ગદર્શન આપવામા આવેલ હતું .
વકૃત્વ સ્પર્ધાના ૬ વિજેતાઓને કુલ રૂ. ૨૦,૦૦૦/- રોક્ડ પુરસ્કાર દાતા રણછોડભાઈ શિયાળ તરફથી આપવામા  આવ્યા  હતા અને સમાજ દ્વારા ગીફટ તથા મોમેન્ટો અપાયા હતા. વિશેષ કેટેગરીના ૧૦ વ્યકિતઓને સમાજના મહાનુભાવોના હસ્તે  મોમેન્ટો આપી તેમનુ સન્માન કરવામા આવ્યું હતું.વિધાર્થીઓ અભ્યાસમા પ્રગતિ કરી શકે તે બાબતે રણછોડભાઈ શિયાળ દ્વારા ખુબ જ સરસ ઉદબોધન કરવામા આવ્યું હતું કે, વિધાર્થીઓએ ખોટા વ્યસનોથી દુર રહેવુ જોઈએ અને અભ્યાસમા અર્જુન જેવી એકાગ્રતા રાખવી જોઈએ જેથી પોતાની કારકીર્દીનુ સોનેરી ભવિષ્ય કંડારી શકે. 
ઉપસ્થિત આગેવાનોમા પોરબંદર ખારવા સમાજના પ્રમુખ/વાણોટ  પવનભાઈ શિયાળ, અધ્યક્ષ  રણછોડભાઈ શિયાળ, પંચપટેલ/ટ્રસ્ટી, બોટ એસો. ના પ્રમુખ  મુકેશભાઈ પાંજરી,  ઓનલાઈન વકૃત્વ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ભાષા વિશેષજ્ઞ નિરજબેન શિયાળ, કાજલબેન ખોખરી તથા બહોળી સંખ્યામા વિધાર્થી અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ખારવા સમાજના પ્રમુખ  પવનભાઈ શિયાળ, અધ્યક્ષ  રણછોડભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીઓના સુંદર માર્ગદર્શન હેઠળ સેમીનારનુ સંચાલન દિનેશભાઈ ખોખરી અને તેમની ટીમ દ્વારા કરવામા આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Rajkot માં ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા

featured-img
video

Chaitra Navratri ના પ્રથમ નોરતાના દિવસે Pavagadh મહાકાળી માતાજીની આરતી

featured-img
video

Ahmedabad માં પૈસાની લેતીદેતીમાં યુવકને માર્યો ઢોર માર, પોલીસે 11 ની કરી ધરપકડ

featured-img
video

Ame Gujarati : Hitu Kanodia & Mona Thiba Kanodia ગુજરાતી પાવર કપલની રસપ્રદ વાતો

featured-img
video

National Film Award વિનર્સ Kutch Express ની હસ્તીઓ સાથે Gujarat First નો ખાસ સંવાદ

featured-img
video

Vikram Thakor : રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો

Trending News

.

×