Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મંદિરથી લઇ સાયકલ સુધી તક મળે ત્યાં હાથફેરો કરતી ત્રીપુટી દબોચી લેવાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં મંદિરની દાનપેટીથી લઇને રસ્તા પરની સાયકલ સુધી જ્યાં તક મળે ત્યાં હાથફેરો કરતી ત્રીપુટીને પાણીગેટ પોલીસે બાતમીના આધારે દબોચી લીધી છે. ત્રણેયની અટકાયત કરી તેમની પાસેથી રૂ. 2.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ...
vadodara   મંદિરથી લઇ સાયકલ સુધી તક મળે ત્યાં હાથફેરો કરતી ત્રીપુટી દબોચી લેવાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં મંદિરની દાનપેટીથી લઇને રસ્તા પરની સાયકલ સુધી જ્યાં તક મળે ત્યાં હાથફેરો કરતી ત્રીપુટીને પાણીગેટ પોલીસે બાતમીના આધારે દબોચી લીધી છે. ત્રણેયની અટકાયત કરી તેમની પાસેથી રૂ. 2.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Advertisement

ત્રણ ઇસમો સાયકલ લઇને ફરી રહ્યા છે

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તેવામાં નાઇટ રાઉન્ડમાં તૈનાત ટીમને બાતમી મળી કે, મહાકાળી સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં ત્રણ ઇસમો સાયકલ લઇને ફરી રહ્યા છે. તેઓ સોસાયટીના મકાનો તેમજ તેમાં પાર્ક કરેલા વાહનો પર નજર નાંખી રહ્યા છે. અને તેઓ ચોરીના ઇરાદે ફરી રહ્યા હોવાની પાકી શક્યતા જણાઇ આવે છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસની ટીમે સાગર હસમુખભાઇ ગાંધી (ઉં. 23) (રહે. મહાકાળી મંદિર પાસે, વિશાલ ડોક્ટરની સામે, કિશનવાડી), સંજય વિજયભાઇ તડવી (ઉં. 22) (રહે. ગીરીરાજ સોસાયટી, ઝંડા ચોક, કિશનવાડી) અને રાકેશ ઉર્ફે રાકો સોમાભાઇ વાઘેલા (ઉં. 28) (રહે. અજબડી મીલ, અરલવો ટેકરો, પાણીગેટ) ત્રણેયની અટકાયત કરી હતી.

ચોરીઓ વિતેલા બે મહિનામાં કરવામાં આવી

તેમની સ્થળ પર પુછપરછ કરતા ત્રણ પૈકી એકે તેની પાસે રહેલી સાયકલ ચોરીની હોવાનું જણાવ્યું હતું .જે બાદ પોલીસે કડકાઇ પૂર્વક પુછપરછ કરતા ત્રણેયે મળીને સાયકલ (કુલ નં - 8), મંદિરની દાનપેટી ચોરી, એલ.ઇ.ડી લાઇટ્સની ચોરી, લોખંડના એંગલોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ ચોરીઓ વિતેલા બે મહિનામાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 2.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં મંદિરની દાનપેટી, લાઇટ્સ, લોખંડની એંગલ અને સાયકલનો સમાવેશ થાય છે.

Advertisement

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

ઉપરોક્ત આરોપીઓને દબોચી લેવામાં આવતા પાણીગેટ પોલીસ મથના ચાર અને વારસીયા પોલીસ મથકમાં નોંધાયેલા એક કેસને ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીઓ પૈકી સાગર હસમુખભાઇ ગાંધી (ઉં. 23) (રહે. મહાકાળી મંદિર પાસે, વિશાલ ડોક્ટરની સામે, કિશનવાડી) પાણીગેટ પોલીસ મથકમાં જુગારના ગુનામાં પકડાયેલો છે. તો રાકેશ ઉર્ફે રાકો સોમાભાઇ વાઘેલા (ઉં. 28) (રહે. અજબડી મીલ, અરલવો ટેકરો, પાણીગેટ) અગાઉ પાણીગેટ, રાવપુરા, સીટી પોલીસ સ્ટેશનમાં, રાયોટીંગ, મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલો છે.

આ પણ વાંચો -- VADODARA : વાઘોડિયા બેઠક પર ત્રિપાંખીયો જંગ, દબંગ નેતા અપક્ષ ઉમેદવારી નોંધાવશે

Advertisement

Tags :
Advertisement

.