Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બાકી નિકળતા પૈસાની વસુલાત વેળાએ ખંજરથી હુમલો

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) માં અગાઉ ઉછીના પૈસાની વસુલાત વેળાએ મામલો ગરમાયો હતો. નાણાં લેનાર પાસે પૈસા ન હોવથી તેણે સમય માંગ્યો હતો. તો બીજી તરફ સામે નાણાં ધીરનારને તુરંત જ પૈસા પરત જોઇતા હતા. આખરે મામલો...
vadodara   બાકી નિકળતા પૈસાની વસુલાત વેળાએ ખંજરથી હુમલો

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) માં અગાઉ ઉછીના પૈસાની વસુલાત વેળાએ મામલો ગરમાયો હતો. નાણાં લેનાર પાસે પૈસા ન હોવથી તેણે સમય માંગ્યો હતો. તો બીજી તરફ સામે નાણાં ધીરનારને તુરંત જ પૈસા પરત જોઇતા હતા. આખરે મામલો ઉગ્ર થતા શખ્સે ખીસ્સામાંથી ખંજર કાઢ્યું હતું. અને હુમલો કરી દીધો હતો. જેમાં એક શખ્સના નાકે ફ્રેક્ચર થયાનું નિદાન થયું છે. આખરે ઉપરોક્ત મામલે પાદરા પોલીસ મથકમાં બે ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

ઉછીના આપેલા રૂ. 75 હજારની માંગણી કરાઇ

વડોદરા ગ્રામ્યના પાદરા પોલીસ મથકમાં યુસુફભાઇ કાલુભાઇ મલેક (ઉં. 55) (રહે. ઉમીયા વાડી, ટાવર રોડ. ટાઉન) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 30 માર્ચે સવારે તે સરકારી દવાખાના પાસે ચા પીવા જાય છે. દરમિયાન મિત્ર ઇબ્રાહિમભાઇ ઉર્ફે ઇબુ બશીરભાઇ મલેક અને તેનો ભાઇ આરીફભાઇ બશીરભાઇ મલેક (બંને રહે. હસનપાર્ક સોસાયચટી, જાસપુર રોડ) લારી પર આવે છે. અને તેમની પાસે આવીને અગાઉ ઉછીના આપેલા રૂ. 75 હજારની માંગણી કરે છે.

લોહી નિકળવાનું શરૂ થયું

જેથી તેઓ જણાવે છે કે, હમણાં રમઝાન મહિનો ચાલે છે. મારી પાસે હાલ રૂપિયા નથી. થોડો સમય આપ, પૈસા આપી દઇશ. આટલુ સાંભળતા જ ઇબૃુ કહે છે કે, મારે તો હમણાં જ પૈસા જોઇએ. જે બાદ બંને ભાઇઓ ગાળો બોલવાનું શરુ કરી દે છે. તેવામાં ઇબુ તેના પેન્ટના ખીસ્સામાં મુકેલી ખંજર જેવું કાઢે છે. અને મારવા જતા તેઓને માથાના આગળના ભાગે સાધારણ વાગે છે. અને ખંજરનો હાથો તેઓના નાક પર વાગતા લોહી નિકળવાનું શરૂ થઇ જાય છે. જેથી આસપાસના બધા ભેગા થઇ જાય છે.

Advertisement

નાકના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન

યુસુફભાઇ કાલુભાઇ મલેકને લોહી નિકળતું હોવાથી નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. જ્યાં તબિબિ ચકાસણી બાદ તેઓને નાકના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થાય છે. આખરે ઇબ્રાહિમભાઇ ઉર્ફે ઇબુ બશીરભાઇ મલેક અને તેનો ભાઇ આરીફભાઇ બશીરભાઇ મલેક (બંને રહે. હસનપાર્ક સોસાયચટી, જાસપુર રોડ) સામે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --VADODARA : ચા બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા પાડોશીએ દંડાવાળી કરી

Advertisement

Tags :
Advertisement

.