Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચા બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા પાડોશીએ દંડાવાળી કરી

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) માં ઘરમાં ચા મુકવાને લઇને દંપતિ વચ્ચે બોલાચાલી થાય છે. જે બાદ મામલામાં પાડોશી બોલતા મામલો બિચકે છે. અને આખરે એક તબક્કે મારામારી સુધી પહોંચી જાય છે. આ સમગ્ર ઘટનામાં ભોગ બનનારે દંડા...
vadodara   ચા બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા પાડોશીએ દંડાવાળી કરી

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) માં ઘરમાં ચા મુકવાને લઇને દંપતિ વચ્ચે બોલાચાલી થાય છે. જે બાદ મામલામાં પાડોશી બોલતા મામલો બિચકે છે. અને આખરે એક તબક્કે મારામારી સુધી પહોંચી જાય છે. આ સમગ્ર ઘટનામાં ભોગ બનનારે દંડા વડે મારવામાં આવતા તેના હાથે ફ્રેક્ચરનું નિદાન થયું છે. સમગ્ર મામલે પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં ત્રણ લોસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

મારા ઘરમાં બોલુ છું તમારે શું ?

પાદરા પોલીસ મથકમાં રાજુભાઇ વિરમભાઇ માળી (ઉં. 44) (રહે. પાદરા-લતીપુરા રોડ, પાદરા) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મંજૂરી કામ કરે છે. 29 માર્ચે બપોરે પત્ની સાથે ચા મુકવા બાબતે બોલાચાલી થાય છે. તેવામાં બાજુમાં રહેતા ઉષાબેન રાજુભાઇ માળી આવીને કહે છે કે, ગાળો કેમ બોલો છો. જેથી તે જવાબ આપે છે કે, હું તમને ગાળો નથી બોલતો. મારા ઘરમાં બોલુ છું તમારે શું ? આટલુ કહેતા ઉષાબેન બોલ્યા કે, તું મારી છોકરીને ગમેેતેમ કેમ બોલે છે ?

તું બહુ ફાટી ગયો છું

જેથી તેઓ જવાબ આપે છે કે, હું તમારી છોકરીને કંઇ નથી બોલતો, મારી પત્નીને કહું છું. જે બાદ ઉષાબેન હાથમાં દંડો લઇને આવે છે અને મારી દે છે. પછી તે જતા રહે છે. ત્યાર બાદ રાજુભાઇ રમણભાઇ માળી, રોહિતભાઇ છોટાભાઇ માળી આવ્યા અને કહ્યું કે, તું બહુ ફાટી ગયો છું. દારૂ પીને ગમે તેમ ફળિયામાં ગાળો બોલે છે. કહી માર મારે છે. દરમિયાન તેની પત્ની અને નાના ભાઇની પત્ની છોડાવવા વચ્ચે પડે છે, અને છોડાવે છે. આખરે ઇજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ નજીકના સરકારી દવાખાને લઇ જવામાં આવે છે. ત્યાર બાદ તેને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવે છે.

Advertisement

હાથમાં ફ્રેક્ચરનું નિદાન થયું

એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા બાદ તેઓના હાથમાં ફ્રેક્ચરનું નિદાન થાય છે. આખરે ઉપરોક્ત મામલે પાદરા પોલીસ મથકમાં ઉષાબેન રાજુભાઇ માળી, રાજુભાઇ રમણભાઇ માળી અને રોહિતભાઇ છોટાભાઇ માળી (ત્રણેય રહે. પાદરા ટાઉન, પાદરા) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- DWARKA : શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી આગ, હ્રદય કંપાવતી ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો ભડથું

Advertisement

Tags :
Advertisement

.