Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નવા ચૂંટાયેલા સાંસદે મોટી જાહેરાત કરી દિલ જીતી લીધા, જાણો શું છે ખાસ

VADODARA : વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA NEWLY ELECTED BJP MP DR. HEMANG JOSHI) ની જંગી મહુમતીથી જીત થઇ છે. ત્યાર બાદ સાંજે તેઓ પ્રાર્થના કરવા માટે સયાજીગંજ વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા....
vadodara   નવા ચૂંટાયેલા સાંસદે મોટી જાહેરાત કરી દિલ જીતી લીધા  જાણો શું છે ખાસ

VADODARA : વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA NEWLY ELECTED BJP MP DR. HEMANG JOSHI) ની જંગી મહુમતીથી જીત થઇ છે. ત્યાર બાદ સાંજે તેઓ પ્રાર્થના કરવા માટે સયાજીગંજ વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા. અને બે મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતાની સાથે તેમણે લાખો વડોદરાવાસીઓના દિલ જીતી લીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

હું પ્રજાનો આભાર માનું છું.

નવા ચૂંટાયેલા વડોદરાથી ભાજપના સાંસદ ડો. હેમાંગ જોશીએ ભવ્ય જીત બાદ જણાવ્યું કે, ફોર્મ ભરતા વખતે પણ હું અહિંયા દર્શનાર્થે આવ્યો હતો. હું જ્યારે ભણતો હતો, ત્યારે પણ આ મંદિરે દર્શન કરવા માટે આવતો હતો. પ્રજાએ નરેન્દ્રભાઇ મોદીજીની પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન આપીને મોટી સંખ્યામાં ચૂંટ્યા છે. આટલા ખોબે ખોબે મત વડોદરાના ઉમેદવાર તરીકે મને આપ્યા છે. હું પ્રજાનો આભાર માનું છું. પ્રદેશમાંથી સુચના અનુસાર ઉજવણી ન કરવાની સુચના આપવામાં આવી છે. અમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને નિર્ણય જાહેર કરું છું.

Advertisement

જિલ્લા કલેક્ટરને સુપરત

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરાની પ્રજાએ મને 5,82,126 ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરાને સ્થાન આપ્યું છે. અને ભાજપના ઉમેદવાર, મને જીતાડ્યો છે. ત્યારે રાજકોટ દુર્ઘટનામાં મૃ્તકો આપણી વચ્ચે નથી. તેમની માટે મુખ્યમંત્રી દ્વારા ઘણી જાહેરાતો કરવામાં આવી છે. તો આ રૂ. 5,82,126 અનુદાન હું રાજકોટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં જિલ્લા કલેક્ટરને સુપરત કરવાનો છું.

પર્યાવરણની ચિંતા

વધુમાં તેમણે ઉમેર્યું કે, વડોદરામાં દોઢ મહિનામાં સખત ગરમીમાં કાર્યકર્તાઓએ મહેનત કરી છે. આપણે સૌ એ વિશ્વ પર્યાવરણની ચિંતા કરવાની તાતી જરૂરીયાત છે. આવનારા અઢી વર્ષમાં 5,82,126 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરું છું. આપણે સૌ મળીને વડોદરાના હરીયાળું બનાવીએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સેફ ગણાતી લોકસભા-વિધાનસભા બેઠક પર ભાજપની જીત, ધારી લીડ ન મળી

Tags :
Advertisement

.