Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નવા મકાનના બાંધકામ વેળાએ થયેલી બબાલમાં 11 ઇજાગ્રસ્ત

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ (DABHOI) માં નવા બની રહેલા મકાનને લઇને બે પરિવારો (TWO FAMILY) વચ્ચે બબાલ થઇ હતી. જેમાં લાકડી, પાઇપ અને ઇંટ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદ (POLICE FIR) માં ઉલ્લેખ છે. ત્યારે ડભોઇ પોલીસ...
vadodara   નવા મકાનના બાંધકામ વેળાએ થયેલી બબાલમાં 11 ઇજાગ્રસ્ત

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ (DABHOI) માં નવા બની રહેલા મકાનને લઇને બે પરિવારો (TWO FAMILY) વચ્ચે બબાલ થઇ હતી. જેમાં લાકડી, પાઇપ અને ઇંટ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદ (POLICE FIR) માં ઉલ્લેખ છે. ત્યારે ડભોઇ પોલીસ (DABHOI POLICE) મથકમાં આ મામલે સામસામે ફરિયાદ નોધાઇ છે. અને સમગ્ર ઘટનામાં બે પરિવારોના મળીને 11 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે.

Advertisement

માથાના પાછળ પાઇપનો ફટકો મારી અને મોઢાના ભાગે ઇંટ મારી

ડભોઇ પોલીસ મથકમાં મોહસીનભાઇ ઉર્ફે સિકંદરભાઇ ટોલ્લાવાલા (ઉં. 37) (રહે. ડભોઇ નાગરવાડા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર અમારા નવા મકાનનું બાંધકામ ચાલતું હોવા બાબતે તેમા માતા સાથે ઐયુબભાઇ ઇબ્રાહીમભાઇ ઘાંચી, સાહીલભાઇ ઐયુબભાઇ ઘાંચી, માહીરભાઇ ઐયુબભાઇ ઘાંચીએ બેફામ બોલી ઝગડો કર્યો હતો. અને તેમની માાતાને પગ અને છાતીના ભાગે પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો. ઝગડા અંગે જાણતા ઇરફાનભાઇ મહેબુબભાઇ ઘાંચી, ફૈજલભાઇ સુલેમાનભાઇ ઘાંચી, અને શાહરુખભાઇ રસુલભાઇ ઘાંચી આવી ગયા હતા. અને મોહસીનભાઇ તથા સાહેદ લિયાકતભાઇને દોડી આવી માથાના પાછળ પાઇપનો ફટકો મારી અને મોઢાના ભાગે ઇંટ મારી હતી. તથા સિયાકતભાઇને માથા અને અંગુઠા પર ઇંટ વડે માર મારવામાં આવ્યો હતો. જેથી સમગ્ર મામલે મોહસીનભાઇ ઉર્ફે સિકંદરભાઇ ટોલ્લાવાલાએ ડભોઇ પોલીસ મથકમાં ઐયુબભાઇ ઇબ્રાહીમભાઇ ઘાંચી, સાહીલભાઇ ઐયુબભાઇ ઘાંચી, માહીરભાઇ ઐયુબભાઇ ઘાંચી, ઇરફાનભાઇ મહેબુબભાઇ ઘાંચી, ફૈજલભાઇ સુલેમાનભાઇ ઘાંચી, અને શાહરુખભાઇ રસુલભાઇ ઘાંચી સામે ફરિયાદ નોંધાવી છે.

હાથમાં પાઇપો અને લાકડીઓ લઇ ઘરમાં પ્રવેશ કર્યો

આ મામલે ડભોઇ પોલીસ મથકમાં સામી બીજી ફરિયાદ પણ નોંધાઇ છે, જેમાં મેહફુઝ ઉર્ફે યાદન રસુલભાઇ ઘાંચી (ઉં. 27) (રહે. ડભોઇ પાટીદારવગા) જણાવે છે કે, ઘટના સમયે તેઓ ઘરે હાજર હતા. તે વખતે થોડા સમય પહેલા મહિલા સાથે બોલાચાલી અને ઝગડો થયો હતો. તે બાબતે સમાધાન પણ થઇ ગયું હતું. ત્યાર પછી થોડી વારમાં અખ્તરભાઇ લિયાકતભાઇ ટોલ્લાવાલા, અલ્તાફ લિયાકતભાઇ ટોલ્લાવાલા, સોહિલ લિયાકતભાઇ ટોલ્લાવાલા (ત્રણેય રહે. ડભોઇ પાટીદારવગા) અને મોહસીનભાઇ સિકંદરભાઇ ટોલ્લાવાલા (રહે. ડભોઇ નાગરવાડા) એ હાથમાં પાઇપો અને લાકડીઓ લઇ ઘરમાં પ્રવેશ કરી તેમના માતાને ગાળો બોલી કહ્યું કે, તમે કેમ મારી માતા સાથે ઝગડો કર્યો હતો. તેમ કહી તેમની માતા, કાકા અને તેમના છોકરાઓને પાઇપો અને લાકડીઓ વડે માર માર્યો હતો. અને ઘરમાં લોખંડનો હિંચકો તથા કાચ તોડી નાંખી નુકશાન કર્યું હતું. આખરે મેહફુઝ ઉર્ફે યાદન રસુલભાઇ ઘાંચીએ ડભોઇ પોલીસ મથકમાં અખ્તરભાઇ લિયાકતભાઇ ટોલ્લાવાલા, અલ્તાફ લિયાકતભાઇ ટોલ્લાવાલા, સોહિલ લિયાકતભાઇ ટોલ્લાવાલા (ત્રણેય રહે. ડભોઇ પાટીદારવગા) અને મોહસીનભાઇ સિકંદરભાઇ ટોલ્લાવાલા (રહે. ડભોઇ નાગરવાડા) સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં કોલ્ડરૂમના બેરેકમાં એક સાથે બે મૃતદેહો મુકવા પડે તેવી સ્થિતી

Advertisement
Tags :
Advertisement

.