Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : જરોદ NDRF કેમ્પનો જવાન એકાએક લાપતા

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા જરોદમાં નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NRDF - NATIONAL DISASTER RESPONSE FORCE, JAROD) ના કેમ્પમાંથી જવાન એકાએક લાપતા થતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા સવારે 11 કલાક બાદથી તેની કોઇ ભાળ...
12:33 PM May 29, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા જરોદમાં નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NRDF - NATIONAL DISASTER RESPONSE FORCE, JAROD) ના કેમ્પમાંથી જવાન એકાએક લાપતા થતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા સવારે 11 કલાક બાદથી તેની કોઇ ભાળ ન મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સમગ્ર મામલે એનડીઆરએફના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જરોદ પોલીસ મથકમાં આ અંગેની મીસીંગ પર્સનની ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાપતા થયા હોવાનું ધ્યાને આવ્યું

વડોદરા પાસે જરોદમાં નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NRDF - NATIONAL DISASTER RESPONSE FORCE) નો કેમ્પ આવેલો છે. અહિંયાથી મધ્યગુજરાત તથા અન્ચત્રે કુદરતી આફત અથવા મોટી દુર્ઘટના સમયે ફોર્સ મદદ માટે જાય છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં એનડીઆરએફ જવાનો રહે છે. તાજેતરમાં એનડીઆરએફ જવાન અજયકુમાર કૈલાશચંદ્ર પંથ (ઉં. 30) (મુળ રહે. સંયમ પાર્ક, એક્સટેન્શન સાહિબાબાદ, ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ) લાપતા થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. 27, મે ના રોજ સવારે 11 વાગ્યા બાદથી તેઓનો કોઇ પત્તો લાગી રહ્યો નથી.

મીસીંગ પર્સનની ફરિયાદ નોંધાવી

તો બીજી તરફ તેઓ દ્વારા ક્યાંક જવા અંગે કોઇને જાણ પણ ન કરી હોવાનું સામે આવ્યું છે. વાત ધ્યાને આવ્યા બાદ તેમની ભાળ મેળવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. આખરે એનડીઆરએફ ના પોલીસ ઇન્સ્પેક્ટર અંકુશ બ્રીજમોહન શર્મા (હાલ રહે. 06 - બટાલીયન, એનડીઆરએફ, જરોદ) દ્વારા આ અંગે જરોદ પોલીસ મથકમાં મીસીંગ પર્સનની ફરિયાદ નોંધાવી છે.

હિંદી અને અંગ્રેજી ભાષાના જાણકાર

લાપતા અજયકુમાર કૈલાશચંદ્ર પંથ અંગેના વર્ણન અનુસાર, તેઓ એનડીઆરએફ ના પીટી ડ્રેસ કોડ સફેદ ટી-શર્ટ, બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હોઇ શકે છે. તેઓ હિંદી અને અંગ્રેજી ભાષાના જાણકાર છે. તેઓ મધ્યમ બાંધો ધરાવે છે. ઉપરોક્ત મામલો પોલીસ મથક પહોંચતા જ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --  VADODARA : સ્માર્ટ વિજ મીટરના વિરોધમાં કચેરીની તાળાબંધી

Tags :
BeforedaysgoesmanmissingNDRFsuddenlyTwoVadodara
Next Article