Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નંદેસરીમાં ભારદારી વાહનો ત્રાસ વચ્ચે ટેન્કરની અડફેટે બાઇક ચાલકનું મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસે નંદેસરીમાં ઔદ્યોગિક વસાહત (NANDESARI INDUSTRIAL ESTATE) આવેલી છે. અહિંયા મોટા ભાગે રોડની આજુબાજુમાં કંપનીમાં અવર-જવર કરતા બારદારી વાહનો મુકીને રાખવામાં આવે છે. જેના કારણે અહિંયાથી પસાર થતા લોકો માટે ખુબ જ નાનો રસ્તો બચે છે....
06:35 PM Jul 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે નંદેસરીમાં ઔદ્યોગિક વસાહત (NANDESARI INDUSTRIAL ESTATE) આવેલી છે. અહિંયા મોટા ભાગે રોડની આજુબાજુમાં કંપનીમાં અવર-જવર કરતા બારદારી વાહનો મુકીને રાખવામાં આવે છે. જેના કારણે અહિંયાથી પસાર થતા લોકો માટે ખુબ જ નાનો રસ્તો બચે છે. આ સ્થિતી વચ્ચે બાઇક ચાલક પર ટેન્કર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા રોડની બાજુ પર અડિંગો જમાવતા ભારદારી વાહન ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પરિણામ શૂન્ય જ મળે

વડોદરા પાસે નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં મોટી મોટી કંપનીઓ આવેલી છે. આ કંપનીમાં અવર-જવર કરતા મોટા ટ્રક-કન્ટેનરને કંપની બહાર રોડ સાઇડ પર પાર્ક કરવામાં આવતા રસ્તા અન્ય વાહનો માટો સાંકડા થઇ રહ્યા છે. આ સમસ્યા આજની નથી, વારંવાર સ્થાનિકો દ્વારા આ સમસ્યાને લઇને અવાજ ઉઠાવવામાં આવે છે, પરંતુ પરિણામ શૂન્ય જ મળે છે. તેવામાં આજે આ પરિસ્થિતી વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઇક ચાલકને ટેન્કરની અડફેટ લાગતા જ તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.

રોષની લાગણી વ્યાપી જવા પામી

સુત્રોના જણાવ્યા અનુસાર, મુળ આણંદ જિલ્લાના નાપાડ ગામના બાબુભાઇ મહંમદભાઇ રાઠોડ નંદેસરીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. આજે સાંજના સમયે નંદેસીમાં આવેલી મોટી કેમીકલ કંપનીના ભારદારી વાહનોનું આડેધડ પાર્કિંગ કરવાના કારણે બાઇક પર જતા બાબુભાઇ મહંમદભાઇ રાઠોડને ટેન્કરે અડફેટે લીધા હતા. જેમાં તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થતા તેઓનું તાત્કાલીક ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. જેને લઇને સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે નંદેસરીમાં રોડ સાઇડ ભારદારી વાહનો દ્વારા કરવામાં આવેલા કબ્જા જેવી સ્થિતી તાત્કાલીક દુર થવી જોઇએ તેવી લોકલાગણી છે.

આ પણ વાંચો -- VADODARA : “કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – BJP MLA શૈલેષ સોટ્ટા

Tags :
AccidentbikeestateinindustrialLifelostnandesariownerTankerVadodarawith
Next Article