Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : ડભોઈના કવ્વાલી પ્રોગ્રામમાં મુંબઈના મશહૂર યુવા કવ્વાલનું મોત

વડોદરાના (Vadodara) ડભોઈથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. મુંબઈના મશહૂર યુવા કવ્વાલ ફરીદ શોલે (Farid Sholay) કવ્વાલીના પ્રોગ્રામ માટે આવ્યા હતા. આ પ્રોગ્રામ દરમિયાન ફરીદ શોલેને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આથી...
vadodara   ડભોઈના કવ્વાલી પ્રોગ્રામમાં મુંબઈના મશહૂર યુવા કવ્વાલનું મોત

વડોદરાના (Vadodara) ડભોઈથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. મુંબઈના મશહૂર યુવા કવ્વાલ ફરીદ શોલે (Farid Sholay) કવ્વાલીના પ્રોગ્રામ માટે આવ્યા હતા. આ પ્રોગ્રામ દરમિયાન ફરીદ શોલેને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આથી ફરીદ શોલેને તાત્કાલિક 108 ઈમરજન્સી સેવા એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઈ (Dabhoi) તાકુલાના ભીલાપુર ગામે હુસેની ચોક ખાતે હઝરત બાલમ શહીદ પીરના 11મો ઉર્સ શરીફ નિમિત્તે કવ્વાલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંબઈના મશહૂર યુવા કવ્વાલ ફરીદ શોલેને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. કવ્વાલી કાર્યક્રમમાં ફરીદ શોલેએ મંચ પરથી સાથી કલાકારો સાથે અનેક પ્રસિદ્ધ કવ્વાલીની શરૂઆત કરી હતી. દરમિયાન, ફરીદ શોલેને અચાનક હૃદયરોગનો હુમલો (heart attack) થતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા.

મશહુર કવ્વાલ ફરીદ શોલેના મોતથી ચાહકોમાં ગમગીની

ત્યાર બાદ ફરીદ શોલેને (Farid Sholay) તાત્કાલિક 108 ઈમરજન્સી દ્વારા વડોદરાની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ફરીદ શોલેને મૃત જાહેર કર્યા હતા. મશહુર કવ્વાલ ફરીદ શોલેનું હાર્ટ એટેકથી મોત થતા તેમના પરિવારજનો અને ચાહકોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Advertisement

આ પણ વાંચો - VADODARA : સાંકરદા ટેન્કર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 5 ના મોત, વાંચો ઇજાગ્રસ્તોની યાદી

આ પણ વાંચો - VADODARA : “ફરી લાગ આવશે તો….જાનથી મારી નાંખીશ”

Advertisement

આ પણ વાંચો - Harani Lake Tragedy : કોટિયા પ્રોજેક્ટને આપેલા કોન્ટ્રાક્ટ સામે સવાલ! HC એ આપ્યો આ આદેશ

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.