Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "રહ્યુ-સહ્યુ સત્વ પણ સાફ થઇ જશે", MSU ના VC ને ખુલ્લો પત્ર

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટી (MSU - VADODARA) માં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા અંગે વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનીયરીંગના એસો. પ્રોફેસર જાગૃત ગાડીત દ્વારા ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. જેમાં આઉટસોર્સિંગને લઇને ભયજનક સ્થાનો જણાવવામાં...
vadodara    રહ્યુ સહ્યુ સત્વ પણ સાફ થઇ જશે   msu ના vc ને ખુલ્લો પત્ર
Advertisement

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટી (MSU - VADODARA) માં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા અંગે વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનીયરીંગના એસો. પ્રોફેસર જાગૃત ગાડીત દ્વારા ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. જેમાં આઉટસોર્સિંગને લઇને ભયજનક સ્થાનો જણાવવામાં આવ્યા છે. સાથે જ આ સ્થિતીમાં ખરેખર યુનિ.ના હિતમાં શું છે, તે પણ જણાવવામાં આવ્યું છે.

અણિયારા સવાલો ઉઠાવ્યા

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનીયરીંગના એસો. પ્રોફેસર જાગૃત ગાડીત દ્વારા MSU ના VC વિજયકુમાર શ્રીવાસ્તવને ખુલ્લો પત્ર લખવાામાં આવ્યો છે. અને આઉટસોર્સિંગ પદ્ધતિ સામે અણિયારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. લેટરના મહત્વપૂર્ણ અંશો નીચે મુજબ છે.

Advertisement

પોલીસી પ્રતિભાવની આશા

મેં બાયોમેટ્રિક હાજરીના સંદર્ભે લખેલો પત્ર કદાય આપના ધ્યાનમાં હશે. એમાંના કોઇ મુદ્દા આપને અને અન્યોને વિચારણીય લાગ્યા હશે. એ દિશામાં આપના વિચારપૂર્વકના પોલીસી પ્રતિભાવની આશા હું રાખું છું. આજે વિશેષ મુદ્દા માટે આપનામાં રહેતા પ્રધ્યાપકને હું સંબોધી રહ્યો છું.

Advertisement

હેતુ સમજાવી શકે તેમ નથી

આપણી યુનિ. મોટી સંખ્યામાં વહીવટી અને ટેક્નિકલ સ્ટાફ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ દ્વારા ભરવાની પ્રક્રિયામાં છે. ખર્ચ આપણો, કામ આપણું, કામ કરવાની જગ્યા અને સંસાધનો આપણા, કામ વિશેની સમજ આપણી, કામની ગુણવત્તાની જવાબદારી આપણી, પણ કામ કરવાની નિમણૂંક બહારની એજન્સી કરશે ! સામાન્ય બુદ્ધિ કે કોઇ હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ થીયરી આ ખતરનાક પદ્ધતિનો હેતુ સમજાવી શકે તેમ નથી. કર્મચારીનો ખર્ચ આપણો, કામ આપણું, પણ એની વફાદારી - જવાબદારી બીજે હોય એ ભયંકર ખોટનો સોદો નથી ?

ગુણવત્તા ચાવીરૂપ નથી ?

કર્મચારી એ કોઇ ચીજવસ્તુ છે જે નક્કી કરેલા સ્પેશીફીકેશન પ્રમાણે વેન્ડર પાસેથી ખરીદવાની હોય ? કર્મચારી સંસ્થાની કામગીરી, પ્રબંધન, આયોજન અને લાંબાગાળાના ધ્યેય સાથે ઉંડાણથી સંકળાય છે. એમાં જ એનું પોતાનું મુલ્ય અનેે સંસ્થાની વૃદ્ધિ - પ્રગતિ છે. પ્રધ્યાપકોના અને વિદ્યાર્થીઓના કામની ગુણવત્તા અને સફળતા માટે ટેક્નિકલ અને ઓફીસ સ્ટાફની ગુણવત્તા ચાવીરૂપ નથી ?

બધુ કઇ રીતે મળશે ?

મારા ડિપાર્ટમેન્ટની લેબોરેટરીની અત્યંત કથળેલી અને જોખમી હાલતમાં વિશે શ્વેત પત્ર જાહેર કરવાની જરૂર છે. એજન્સીઓએ મોકલેલા ભાડૂતી વેઠિયાઓ પાસેથી આપણને અનુભવનું સાતત્ય, સંલગ્ન કૌશલ્યવૃદ્ધિ, નિષ્ઠા, સ્વપ્રેરણા, એ બધુ કઇ રીતે મળશે ?

બ્રાંન્ડનું અવમુલ્યન કરવા કેમ બેઠા છીએ ?

નોકરી શોધનાર બ્રાન્ડ અને વળતર જુએ, અને નોકરી આપનાર પ્રતિભા શોધે છે. બ્રાંડના ગૌરવ સાથે રજાઓ, તાલીમ, ઇજાફો, બઢતી, જેવા નિયમિત લાભ સારી પ્રતિભાને આકર્ષે છે. પોતાના દ્વારા આપવામાં આવેલો નિમણુંક પત્ર એ સંસ્થા કે કંપનીની શાન છે, અને તેની લાંબાગાળાની વૃદ્ધિ અને સફળતાની ચાવી છે. મહારાજાએ સ્થાપિત કરેલી આપણી યુનિવર્સિટીની બ્રાંન્ડ પર આપણને કોન્ટ્રાક્ટર આપશે એનાથી અનેક ઘણી વધુ સારી ટેલેન્ટ મળી શકે. એના બદલે આપણે એ બ્રાંન્ડનું અવમુલ્યન કરવા કેમ બેઠા છીએ ? શું આપણે જેને કોન્ટ્રેક્ટ આપવા માંગીએ છીએ એ જ એજન્સીને વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ માટે બોલાવીશું ? શું આપણે ઔપચારિક નોકરીઓ બંધ કરીને આપણા પ્રતિભાશાળી યુવક-યુવતિઓને જથ્થાબંધ સોદા કરનાર કોન્ટ્રાક્ટોના હવાલે કરવા માંગીએ છીએ ? રહ્યુ-સહ્યુ સત્વ પણ સાફ થઇ જશે એવું બધાને દેખાય છે.

ફેંકી દેવા બેઠા છીએ

ઘરે ખાવાનું સારુ ન બનતું હોય અને સ્વાસ્થ્ય પર ખોટી અસર થતી હોય, તો ઘરના સભ્યોને અનાજ, શાકભાજી ખરીદવાની, તેમનું વ્યવસ્થાપન, રસોઇ શીખવવું પડે. બાકી બહારથી મંગાવવાથી સ્વાસ્થ્યનું શું થશે એ કહેવાની જરૂર નથી. એનાથી ભૂંડો હાલ કોન્ટ્રાક્ટરે મોકલેલા કર્મચારીઓથી યુનિવર્સિટી ચલાવવાથી થવાનો ભય છે. ગુણવત્તાયુક્ત નિમણૂંકો કરવાનો હક, ફરજ અને શિરસ્તો, આપણે આ ત્રણેય ફેંકી દેવા બેઠા છીએ. પંચોતેર ટકાથી વધુ સ્ટાફ હંગામી હોય તે ખતરનાક સ્થિતી છે.

તજજ્ઞો દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવે

મારી યુનિ.ના અધ્યાપક અને નાગરિક તરીકે જાહેર હિતની અરજ છે કે, આપણે લાગુ કરવા ધારેલી આઉટ સોર્સિંગ પદ્ધતિના લાભાલાભ વિશે તજજ્ઞો દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવે, એના પર ચર્ચા થાય, અને એ જાહેરમાં મુકવામાં આવે. આ રીતે નક્કી થયેલી પોલીસી યુનિ. તરીકે આપણા માટે ગૌરવપુર્ણ બનશે.

આ પણ વાંચો -- VADODARA : ફાયર ફાઇટર ઐરાવતની ટ્રેઇનીંગ આપવા વિદેશથી ઇન્સ્ટ્રક્ટર આવ્યા

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Summer in Gujarat : AMA ની ગાઇડલાઇન, બહાર જતાં કેપ-ગોગલ્સ પહેરવાં, પૂરતું પ્રવાહી લેવું

featured-img
જૂનાગઢ

Visavadar by-Election : BJP ના ઉમેદવારની રેસમાં આ બે નામ સૌથી આગળ!

featured-img
સુરત

South Gujarat : એક સાથે 4 જિલ્લામાં 'વીજળી ગુલ'! કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ!

featured-img
સુરત

Surat : MLA કુમાર કાનાણીનો વધુ એક લેટરબોમ્બ! હવે SMC અને પો. કમિશનરને લખ્યો પત્ર

featured-img
ગુજરાત

Budget 2025-26: સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સરકારની પ્રતિબધ્ધતા

featured-img
સુરત

Surat : ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર અને તેની પત્ની દારૂ વેચતા ઝડપાયા

×

Live Tv

Trending News

.

×