VADODARA : રૂ. 2 હજારના નુકશાનની ભરપાઇ કરવા પરચુરણ ઉઘરાવી વિરોધ
VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) માં મેસ ફીમાં ફરજીયાત વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા એકત્ર થઇને વીસીના બંગ્લે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. 2 હજારનું નુકશાન પહોંચતા યુનિ.ના વિજીલન્સ ઓફીસર દ્વારા 200 વિદ્યાર્થીઓ પર રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ નુકશાનની ભરપાઇ કરીને કેસ પરત ખેંચવાની માંગ સાથે આજે વિદ્યાર્થી સંગઠવ AGSU દ્વારા વિદ્યાર્થીઓ જોડેથી પરચુરણ ઉઘરાવવામાં આવી રહ્યું છે. તે ભરેલો ડબ્બો આવતી કાલે યુનિ. સત્તાધીશોને આપી દેવાશે.
પ્રોપર્ટીમાં માત્ર રૂ. 2 હજારનું નુકશાન
આ તકે વિદ્યાર્થી સંગઠન AGSU (ALL GUJARAT STUDENT UNION) ના જયેશ પ્રજાપતિ જણાવે છે કે, તાજેતરમાં વીસી તથા યુનિ. દ્વારા ફૂટ બીલ પાસ કરવામાં આવ્યું હતું. યુનિ.ની સ્થાપના થઇ ત્યારથી યુનિ.માં ફરજીયાત ફૂડ જેવું હોતું નથી. વિદ્યાર્થીને જ્યારે ખાવું હોય તે પ્રમાણે તે પૈસા ચુકવતો હોય છે. પરંતુ આ વર્ષે યુનિ. સત્તાધીશો દ્વારા રૂ. 24 હજાર પ્રતિવિદ્યાર્થી હોસ્ટેલમાં ખાવું હોય કે ન ખાવું હોય ફરજીયાત ભરવાના તેવું બીલ લાવવામાં આવ્યું હતું. જેનો વિરોધ 200 થી વધુ વિદ્યાર્થીઓએ કર્યો હતો. વિરોધ ઉગ્ર બનતા યુનિ.ના વીસીના બંગ્લે પહોંચ્યા હતા. ત્યાં ગયેલા 200 વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે, યુનિ.ની પ્રોપર્ટીમાં માત્ર રૂ. 2 હજારનું નુકશાન થયું છે. જેના કારણે ફરિયાદ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પર કરેલો કેસ પરત ખેંચો
વધુમાં તેમણે જણાવ્યું કે, હું વીસીને જણાવવા માંગું છું કે, આ સરકારની યુનિવર્સિટી છે. તમને લાખો રૂપીયા પગાર મળી રહ્યો છે. શું તમને રૂ. 2000 એટલા મોંઘા લાગ્યે કે તમે 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમે ચેડા કરી રહ્યા છો. આ વસ્તુ ખોટી છે. અમે બધા ફેકલ્ટીમાં ફરીશું, તમામ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 1 અને 2 ઉઘરાવીને આવતી કાલે તેના સિક્કા યુનિ.ના સત્તાધીશોને બોક્સ આપવાના છે. અને તેમને રજુઆત કરીશું કે, યુનિ.ના વિદ્યાર્થીઓ પર કરેલો કેસ પરત ખેંચવામાં આવે.
સંસ્થાનો એકમાત્ર કાર્યકર્તા યુનિ. બંધ કરાવવા પહોંચ્યો
આજે વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં વિશ્વ હિન્દૂ યુવા સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખ નિલેશ વસઇકર દ્વારા યુનિ. બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે બપોરે યુનિ.ના ગેટ બંધ કરવા માટે તેઓ એકલા જ પહોંચ્યા હતા. જો કે, યુનિ.નો એક તરફનો ગેટ બંધ થાય તે પહેલા જ પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો -- VADODARA : MSU માં લાયકાત વગર કાયમી શિક્ષકોની ભરતીનો આરોપ