Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળ્યો ગજબ સંયોગ, એક જ સમયે બેટિંગ કરતા જોવા મળ્યા પતિ-પત્ની

ક્રિકેટ જગતમાં ઘણીવાર એવા સંજોગો ઉભા થાય છે જે જાણી સૌ કોઇ ચોંકી જાય છે. કઇંક આવું જ બનાવ તાજેતરમાં બન્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક અને તેની પત્ની એલિસા હીલીએ એક સાથે એક જ સમયે બે અલગ-અલગ મેદાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ક્રિકેટ રમી. ક્રિકેટ જગતમાં પહેલો સંયોગ ત્યારે બન્યો જ્યારે પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ એક જ વિરોધી સામે બેટિંગ કરી રહ્યા હતા. જ્યાં સ્ટાર્ક રાવલપ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળ્યો ગજબ સંયોગ  એક જ સમયે બેટિંગ કરતા જોવા મળ્યા પતિ પત્ની
ક્રિકેટ જગતમાં ઘણીવાર એવા સંજોગો ઉભા થાય છે જે જાણી સૌ કોઇ ચોંકી જાય છે. કઇંક આવું જ બનાવ તાજેતરમાં બન્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક અને તેની પત્ની એલિસા હીલીએ એક સાથે એક જ સમયે બે અલગ-અલગ મેદાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ક્રિકેટ રમી. 
ક્રિકેટ જગતમાં પહેલો સંયોગ ત્યારે બન્યો જ્યારે પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ એક જ વિરોધી સામે બેટિંગ કરી રહ્યા હતા. જ્યાં સ્ટાર્ક રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ રાવલપિંડી પાકિસ્તાનમાં બેટિંગ કરી રહ્યો હતો. વળી પત્ની એલિસા હીલી બે ઓવલ મૌંગાનુઈ ખાતે વર્લ્ડ કપ 2022ની છઠ્ઠી મેચમાં પાકિસ્તાન સામે રમતી જોવા મળી હતી. રસપ્રદ વાત અહી એ છે કે બંને એક સાથે બેટિંગ કરતા પણ જોવા મળ્યા હતા. નોંધપાત્ર રીતે, સ્ટાર્કની પત્ની એલિસા હીલીને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યા એલિસાએ 79 બોલમાં સાત ચોક્કાની મદદથી 72 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને ઓસ્ટ્રેલિયન ટીમને પાકિસ્તાન સામે 7 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
Advertisement

નોંધનીય છે કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ રાવલપિંડીમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ 476 રન પર ડિકલેર કરવામાં આવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 10 વિકેટ ગુમાવીને 459 રન બનાવ્યા હતા. જ્યા સ્ટાર્કે 45 બોલનો સામનો કર્યો અને 1 ફોરની મદદથી 13 રન બનાવ્યા, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર સ્ટાર્ક પાકિસ્તાન સામે બેટિંગ કરી રહ્યો હતો, તો બીજી તરફ તેની પત્ની એલિસા બે ઓવલના મેદાનમાં પાકિસ્તાનની મહિલા ટીમ સામે બેટિંગનું કૌશલ્ય બતાવી રહી હતી.
જ્યારે સ્ટાર્ક રાવલપિંડી પાકિસ્તાનમાં બેટિંગ કરતી વખતે ઓસ્ટ્રેલિયન ટીમને પાકિસ્તાનની લીડની નજીક લઈ જઈ રહ્યો હતો, તો બીજી તરફ, મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનના 190 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સ્ટાર્કની પત્ની આગળ વધી રહી હતી. રસપ્રદ વાત એ છે કે ફાસ્ટ બોલર સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાની પુરૂષ ક્રિકેટ ટીમના સૌથી સફળ બોલરોમાંથી એક છે, જ્યારે તેની પત્ની એલિસા ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સૌથી પ્રસિદ્ધ બેટરમાંની એક છે.
Advertisement
Tags :
Advertisement

.