Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મીટરમાં આગ બાદ પાંચ દિવસથી લોકો વીજળીથી વંચિત

VADODARA : શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટ ખાતે શ્રી રામ વે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઇબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું...
vadodara   મીટરમાં આગ બાદ પાંચ દિવસથી લોકો વીજળીથી વંચિત

VADODARA : શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટ ખાતે શ્રી રામ વે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઇબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન અપાતા નથી. જેથી કોમ્પલેક્ષના 50 જેટલા વેપારીઓએ વીજ પુરવઠો પૂર્વવત ન થતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અસરગ્રસ્ત વેપારીઓએ એમજીવીસીએલ તંત્ર વિરુદ્ધ "હાય... હાય"ના સુત્રો પોકાર્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ફાયર એનઓસીની અભાવે વિજ કનેક્શન અટવાયું છે.

Advertisement

રેસીડન્સનાં વિધુત વપરાશ વધુ

તાજેતરમાં શ્રી રામ વે પ્લાઝાના વેપારીઓએ ડેપ્યુટી એન્જીનીયર, મધ્ય ગુજરાત વીજ કંપની લી, દાંડીયા બજાર સબ ડીવીઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી કે, રામ-વે પ્લાઝા ખાતે 17 મે, ના રોજ મીટર રૂમમાં આગ લાગી હતી. અહીં પાછલા સાત વર્ષમાં ત્રણ વખત મીટર રૂમમાં આગ લાગવાના બનાવો બન્યા છે. જેની પાછળનું કારણ કેપેસીટી કરતાં વધુ પ્રમાણમાં લોડ આવી જતા આગનાં બનાવો બન્યા છે. રામ-વે પ્લાઝાનાં રેસીડન્સનાં વિધુત વપરાશ વધુ હોવાને કારણે આ બનાવ બનેલો છે અને આ કારણે અમારા દુકાનો,ઓફીસો, દવાખાનાનાં માલીકોનાં મીટરો પણ મીટર રૂમમાં હોવાને કારણે દુકાન માલીકોને પણ સહન કરવાનો વારો આવે છે.

વેન્ટિલેશનની કોઈ સુવિધા નથી

વધુમાં રજુઆમાં જણાવ્યું કે, જેથી દુકાનો, ઓફીસો, દવાખાના માલીકોને વીજળી ન હોવાને કારણે વીજળી આવે ત્યાં સુધી બંધ કરી ઘરે બેસવાનો વારો આવે છે. મીટર રૂમમાં આગ લાગવાના બનાવો વારંવાર થવાને લીધે અમારા ધંધાઓને પણ અસર થાય છે. અમારે વીજળી આવવાની રાહ જોવી પડે છે. તમામવતી અપીલ છે કે, અમોને મીટર રૂમને બદલે અમારા દુકાન પાસે અથવા તો દુકાનની આસપાસ જયાં જગ્યા હોય તો ત્યાં અમોને અલગથી મીટરની ફાળવણી કરી આપો. વેપારી મંડળ આપને જગ્યા બાબતની માહીતી આપવા તૈયાર છીએ અને અમોને મીટર રૂમમાં મીટર ન બેસાડવા નમ્ર અરજ છે. જેથી અમારા વેપાર ધંધાને મુશ્કેલી ન પડે. અમો વેપારી મંડળની નમ્ર અરજ વિનંતિ છે કે, અમોને મીટર રૂમમાંથી અમારા મીટર અલગ કરી આપવા વિનંતિ છે. હાલ જ્યાં મીટર છે ત્યાં વેન્ટિલેશનની કોઈ સુવિધા નથી જેના કારણે વારંવાર આવી દુર્ઘટના બની રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દબાણ દુર કરવાની કામગીરીથી લારી ધારકો ખફા

Advertisement
Tags :
Advertisement

.