Vadodara MD Drugs: શું વડોદરા ગેટ વે ઓફ ડ્રગ્સ સિટી બની રહ્યું છે?
Vadodara MD Drugs: ગુજરાત રાજ્ય (Gujarat) ડ્રગ્સ (Drugs) નું હોમગ્રાઉન્ડ બની ગયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. ગુજરાત (Gujarat) ના આંતરિક સ્થળો અને ગુજરાતની જળસીમા પરથી અવાર-નવાર લાખો-કરોડોની કિંમતનો ડ્રગ્સ (Drugs) નો જથ્થો જપ્ત કરવામાં આવતો હોય છે. ત્યારે ગુજરાત (Gujarat) માંથી વધુ એક વિસ્તારમાંથી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
- વડોદરા શહેરમાંથી લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
- ડ્રગ્સની કિંમત આશરે 40 લાખ આંકવામાં આવી
- ઓપરેશનમાં FSL વિભાગની પણ મદદ લીધી
મળતી માહિતી મુજબ, વડોદરા શહેર (Vadodara) માંથી ડ્રગ્સ (Drugs) નું વેચાણ કરતો એક શખ્સ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. વડોદર શહેર (Vadodara) ના ભૂતડીઝાપા વિસ્તારમાં SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જોકે SOG પોલીસે નસીર નામની ઈમારતમાં સચોટ રીતે તપાસ કરી હતી.
Vadodara MD Drugs
ડ્રગ્સની કિંમત આશરે 40 લાખ આંકવામાં આવી
ત્યારે SOG પોલીસને નસીર નામની ઈમારતમાંથી હૈદર નામના શખ્સ પાસેથી કુલ 200 ગ્રામના MD ડ્રગ્સ (Drugs) સાથે ધરપકડ કરવામાં આવી હતી. SOG પોલીસના જણાવ્યા અનુસાર આ MD ડ્રગ્સ (Drugs) ની કિંમત આશરે 40 લાખ આંકવામાં આવી છે.
ઓપરેશનમાં FSL વિભાગની પણ મદદ લીધી
Vadodara MD Drugs
તે ઉપરાંત SOG પોલીસે આ ઓપરેશનમાં FSL વિભાગની પણ મદદ લીધી હતી. અંતે SOG પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી, આરોપી હૈદર સાથે કોણ-કોણ જોડાયેલા છે. તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Mahesana : નરાધમ પિતાએ 6 માસ સુધી દિકરી પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: Bharuch Crime Case: લૂંટેરી દુલ્હનના ચક્કરમાં આધેડે એક યુવકને જીવતો સળગાવ્યો
આ પણ વાંચો: SVPI AIRPORT : સોનાની દાણચોરી ટોળકીને ક્રાઈમ બ્રાંચે ફિલ્મીઢબે પકડી