Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પરિવાર ઘરમાં હોવા છતાં તસ્કરો તિજોરી સાફ કરી ગયા

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં આવેલા મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) વિસ્તારમાં પરિવાર ઘરમાં હોવા છતાં તસ્કરોએ પાછલી બારીની ગ્રીલ તોડીને હાથફેરો કર્યાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે બંધ ઘરોને તસ્કરો શિકાર બનાવતા હોય છે. આ...
vadodara   પરિવાર ઘરમાં હોવા છતાં તસ્કરો તિજોરી સાફ કરી ગયા

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં આવેલા મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) વિસ્તારમાં પરિવાર ઘરમાં હોવા છતાં તસ્કરોએ પાછલી બારીની ગ્રીલ તોડીને હાથફેરો કર્યાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે બંધ ઘરોને તસ્કરો શિકાર બનાવતા હોય છે. આ હાથફેરામાં રૂ. 40 હજાર રોકડા સહિત સોના-ચાંદીના ઘરેણા મળી રૂ. 2.80 લાખની મત્તા મકાન માલિકે ગુમાવી છે. જેને લઇને અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

પરવારીને ઘરની બહાર રાત્રે સાડા બાર વાગ્યા સુધી બેઠા

મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં સુરેશભાઇ શંકરભાઇ પાટણવાડીયા (ઉં. 53) (રહે. અણખોલ ગામ, નાળાવાળું ફળિયુ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પરિવાસ સાથે રહે છે. 10 એપ્રિલના રોજ તેઓ ઘરના સભ્યો સાથે જમી પરવારીને ઘરની બહાર રાત્રે સાડા બાર વાગ્યા સુધી બેઠા હતા. પછી તેઓ સુઇ ગયા હતા. દરમિયાન રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં લધુશંકા કરવા તેઓ ઉઠ્યા હતા. અને ઘરનો વચ્ચેનો દરવાજો ખોલવા જતા ખુલી શક્યો ન હતો. વારંવાર પ્રયાસ છતાં દરવાજો ખોલવામાં નિષ્ફળ જ રહ્યા હતા.

તિજોરીના દરવાજા ખુલ્લા મળી આવ્યા

જે બાદ તેઓ આગળના દરવાજાથી બહાર નિકળી પાછળની તરફ ગયા હતા. ત્યાં જઇ જોતા મકાનના પાછળના ભાગે લગાડવામાં આવેલી લોખંડની ગ્રીલ તુટેલી જોવા મળી હતી. જે બાદ તેમણે તુરંત પાછળનો દરવાજો ખોલીને રૂમની તિજોરી તરફ દોટ મુકી હતી. ત્યાં જોતા તિજોરીના દરવાજા ખુલ્લા મળી આવ્યા હતા. અને સામાન વેર વિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. બંને તિજોરીમાંથી અજાણ્યા તસ્કરો રૂ. 40 હજાર રોકડ સહિત સોના-ચાંદીના દાગીના મળીને રૂ. 2.80 લાખનો હાથફેરો કરી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું.

Advertisement

અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

આખરે ઉપરોક્ત મામલે મંજુસર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પેટ્રેલિંગ સહિતની કામગીરી પર ભાર મુકવો પડશે

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક જ સમયમાં ઉનાળાનું વેકેશન શરૂ થનાર છે. ત્યારે લોકો બહારગામ જવાનું પસંદ કરતા હોય છે. તેવામાં ઘર બંધ રાખવું પડે છે. બીજી તરફ ચોરોના મનસુબા એટલા બુલંદ છે કે, ઘરમાં પરિવાર હોય તો પણ હાથફેરો કરી જાય છે. ત્યારે ચોરો પર લગામ કસવા માટે પોલીસે નાઇટ પેટ્રેલિંગ સહિતની કામગીરી પર ભાર મુકવો પડશે. નહિ તો લોકોની મહેનતની કમાણીની વસ્તુઓ ગુમ થતી રહેશે.

Advertisement

આ પણ વાંચો -- Panchmahal Canal: પાનમ ડેમની કેનાલમાં 3 મુસ્લિમ યુવકો ન્હાવા જતા ડૂબ્યા

Tags :
Advertisement

.