Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દંપતિની મોર્નિંગ વોક તસ્કરોને ફળી

VADODARA : વડોદરા (VADODARA) માં ઉનાળુ વેકેશન (SUMMER VACATION) ની શરૂઆત ટાણે જ તસ્કરો બેખૌફ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક (MORNING WALK) પર ઘરમાં તાળુ મારીને ગયેલા દંપતિને ત્યાં તસ્કરોએ હાથફેરો કર્યો...
vadodara   દંપતિની મોર્નિંગ વોક તસ્કરોને ફળી

VADODARA : વડોદરા (VADODARA) માં ઉનાળુ વેકેશન (SUMMER VACATION) ની શરૂઆત ટાણે જ તસ્કરો બેખૌફ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક (MORNING WALK) પર ઘરમાં તાળુ મારીને ગયેલા દંપતિને ત્યાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. જેમાં વર્ષો જુના અને તાજેતરમાં જ ખરીદેલા દાગીના સહિત રોકડ દંપતિએ ગુમાવવું પડ્યું છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

દિકરાની પત્ની પહેલા માળે સુતી હતી

માંજલપુર પોલીસ મથકમાં ચંદ્રકાંતભાઇ મગનભાઇ અમીન (ઉં . 68) (રહે. ત્રિભુવનધામ સોસાયટી, પંચશીલ સ્કુલ પાછળ, માંજલપુર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. 29 માર્ચના રોજ દંપતિ સવારે મકાનના ગ્રીલને તાળુ મારીને મોર્નિં વોક માટે દરબાર ચોકડી તરફ નિકળ્યા હતા. દરમિયાન ઘરે દિકરાની પત્ની પહેલા માળે સુતી હતી. એકાદ કલાક બાદ દંપતિ મોર્નિંગ વોક લઇને પરત આવ્યું ત્યારે ઘરના દરવાજાને તાળુ મળી આવ્યું ન હતું. અને જાળીનો નકુચો પણ તુટેલો હતો.

સામાન નીચે પડેલો મળી આવ્યો

સાથે જ કરવાજો ખુલ્લો હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ દંપતિએ ઘરમાં જઇને જોયું તો બેડરૂમની તિજોરીનો દરવાજો ખુલ્લો હતો. તિજોરીને લોક માર્યું ન હોવાના કારણે તેનો સામાન નીચે પડેલો હતો. અને તેમાંથી સોનાના દાગીને અને રોકડા ગાયબ હતા. જેમાં બંગડી પંદર વર્ષ જૂની હતી. અને 10 ગ્રામ સોનાની લગડી લીધે માત્ર સાત દિવસ જેટલો જ સમય થયો હતો. દંપતિના ઘરે દાગીના, રોકડ મળી કુલ રૂ. 1.20 લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં લખાવવામાં આવી છે. અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ બાદ પોલીસે તેમને ભાળ મેળવવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

તસ્કરો માઝા મુકી શકે તેમ છે

અત્રે નોંધનીય છે કે, હવે વેકેશનની શરૂઆત થશે. વેકેશનમાં લોકો બહારગામ ફરવા જતા હોય છે. ત્યારે જે રીતે આજે સવારે એક કલાક માટે મોર્નિંગ વોક પર ગયેલા દંપતિને ત્યાં તસ્તરોએ હાથ ફેરો કર્યો તેવી રીતે પરિવાર બહારગામ ગયા હોય તેવા બંધ ઘરમાં તસ્કરો માઝા મુકી શકે તેમ છે. પોલીસ દ્વારા તસ્કરોમાં ફફડાટ ફેલાવવા અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની ભાવના મજબૂત કરવા માટે વધુ કમર કસવી પડશે તેવી લોકચર્ચા જાગી છે.

આ પણ વાંચો -- VADODARA : GOOGLE સર્ચ કરી હાથફેરો કરતા રીઢા ચોર સુધી પહોંચી ક્રાઇમ બ્રાન્ચ

Advertisement

Tags :
Advertisement

.