Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ સીમિત કરતા મહારેલી સાથે વિરોધ

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં ગણોશ ચતુર્થીની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ નક્કી કરવામાં આવી છે. આ વર્ષે પણ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું ગણેશ મંડળો સુધી પહોંચ્યું છે. તે બાદ...
vadodara   ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ સીમિત કરતા મહારેલી સાથે વિરોધ

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં ગણોશ ચતુર્થીની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ નક્કી કરવામાં આવી છે. આ વર્ષે પણ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું ગણેશ મંડળો સુધી પહોંચ્યું છે. તે બાદ વિરોધના સુર શરૂ થયા છે. તાજેતરમાં વડોદરા ગણેશ ઉત્સવ સમીતિ દ્વારા સોશિયલ મીડિયા પર આ વાતનો પચંડ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ હવે મહારેલી સ્વરૂપે વિરોધ નોંધાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

સોશિયલ મીડિયા પર જોવા મળ્યો

વડોદરા પોલીસ દ્વારા ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ નક્કી કરતું જાહેરનામું આ વર્ષે પણ બહાર પાડ્યું છે. વિતેલા કેટલાય વર્ષોથી ગણેશજીની પ્રતિમાને લઇને ઉંચાઇ નક્કી કરવમાં આવી રહી છે. અને તેનું અનુસરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વખતે પોલીસનું જાહેરનામું ગણેશ મંડળ સુધી પહોંચતા જ વિરોધ શરૂ થઇ ગયો હતો. તાજેતરમાં અંદરખાને ચાલતો ગણગણાટ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. તે બાદ પણ કોઇ હલચલ ન જણાતા આજરોજ મહારેલી સાથે વિરોધની જાહેરાત કરવામાં આવી છે.

ખોટી રીતે હેરાન

ગણેશ મંડળના અગ્રણી જણાવે છે કે, વડોદરા શહેર સંસ્કારની નગરીના તમામ ગણેશ મંડળોને જાણ કરવામાં આવે છે કે, ગણેશજીની મૂર્તિની ઉંચાઇને લઇને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેને લઇને 23, જુન - 2024 રવિવારના રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ મંડળો તેમના પરિવાર સાથે, મંડળના સભ્યો સાથે, પ્રથમ પુજનીય ગણેશજીની સ્થાપનાને લઇને વિવાદ ઉભા થયા છે, તેનો વિરોધ કરશે. ગણેશ મંડળોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જેના વિરોધના ભાગરૂપે 23, જુન - 2024 રવિવારના રોજ વિરોધ રેલીનું આયોજન કર્યું છે. જેમાં આપ સૌ ગણેશ મંડળના સભ્યો અને પરિવારના સભ્યોને જોડાવવા માટે નમ્ર વિનંતી છે.

Advertisement

ટુંકાણમાં નિર્ણય લઇ લે

અન્ય અગ્રણી જણાવે છે કે, દર વખતની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળો પર દબાણ આપવામાં આવી રહ્યું છે. ગણેશજીની માટીની 9 ફૂટની અને પીઓપીની 5 ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવશે. તેના સિવાય બનાવાશે નહી. આજરોજ પ્રતાપ મડઘાની પોળમાં ગણેશ સમિતીની બેઠક થઇ છે. તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. દર વખતની જેમ આ વખતે અમે કોઇ પણ સત્તાધારીપક્ષ પાસે ભીખ માંગવા નહી જઇએ. તેમણે જે કોઇ નિર્ણય લેવાનો હોય તે ટુંકાણમાં નિર્ણય લઇ લે. આ વખતે અમે સ્થાપનાની જ મૂર્તિની સ્થાપના કરવાના છીએ. અને આવનાર 23, જુનના રોજ વિરોધ પ્રદર્શન કરવાના છીએ.

આ પણ વાંચો -- VADODARA : MSU માં વટવૃક્ષ ધરાશાયી થતા ત્રણ વિદ્યાર્થીનીઓને બચાવી લેવાઇ

Advertisement

Tags :
Advertisement

.