Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીની નોટીસ પ્રસિદ્ધ, પ્રથમ દિવસે 43 ફોર્મનો ઉપાડ

VADODARA : વડોદરા સંસદીય (LOKSABHA 2024) મતવિભાગના ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહ દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઇને ઉમેદવારી પત્રોનો ઉપાડ શરૂ થયો છે. પ્રથમ દિવસે લોકસભાના 43 ફોર્મ ઇશ્યુ કરવામાં આવ્યા હોવાનું સામે...
vadodara   લોકસભા વિધાનસભાની ચૂંટણીની નોટીસ પ્રસિદ્ધ  પ્રથમ દિવસે 43 ફોર્મનો ઉપાડ

VADODARA : વડોદરા સંસદીય (LOKSABHA 2024) મતવિભાગના ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહ દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઇને ઉમેદવારી પત્રોનો ઉપાડ શરૂ થયો છે. પ્રથમ દિવસે લોકસભાના 43 ફોર્મ ઇશ્યુ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

૨૦મી એપ્રિલે સવારે ફોર્મ ચકાસણી

લોકસભાની ચૂંટણીને લઇ નોટીફીકેશનમાં જણાવ્યા અનુસાર વડોદરા સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે.ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યકિત ચૂંટણી અધિકારી ર૦-વડોદરા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર વડોદરાને, રૂમ નંબર-૧, પ્રથમ માળ, એ-બ્લોક, નવી કલેકટર કચેરી, દિવાળીપુરા, વડોદરા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર (જમીન સુધારણા), વડોદરાને, રૂમ નંબર-૨૦, પ્રથમ માળ, બી-બ્લોક, નવી કલેકટર કચેરી, દિવાળીપુરા, વડોદરા ખાતે મોડામાં મોડું તા. ૧૯મી એપ્રિલ,૨૦૨૪ (શુક્રવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસો સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૨૦-વડોદરા સંસદીય મતદાર અને કલેકટર વડોદરાની કચેરી, રૂમ નંબર-૧, પ્રથમ માળ, એ-બ્લોક, નવી કલેકટર કચેરી, દિવાળીપુરા, વડોદરા ખાતે તા.૨૦મી એપ્રિલ-૨૦૨૪ (શનિવાર)ના રોજ સવારના ૧૧ વાગ્યે હાથ ધરવામાં આવશે.

૨૨મી એપ્રિલ સુધી ઉમેદવારી ખેંચી શકાશે

ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યકિત કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની ઉકત કચેરીના અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા. ૨૨મી એપ્રિલ-૨૦૨૪ (સોમવાર)ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલા પહોંચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. ૭મી મે-૨૦૨૪ (મંગળવાર)ના રોજ સવારના ૭ કલાક થી સાંજના ૬ કલાક વચ્ચે યોજાશે એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement

વાઘોડીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ

૧૩૬-વાઘોડીયા વિધાનસભા મતદાર વિભાગમાં ગુજરાત વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે. ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યકિત ચૂંટણી અધિકારી ૧૩૬-વાઘોડીયા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) વડોદરાને, રૂમ નં. ૧, તાલુકા સેવાસદન, ટીંબી, વાઘોડીયા, જિ-વડોદરા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૧૩૬-વાઘોડીયા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર વાઘોડીયાને, રૂમ નં. ૨, તાલુકા સેવાસદન, ટીંબી, વાઘોડીયા, જિ-વડોદરા ખાતે મોડામાં મોડું તા. ૧૯મી એપ્રિલ,૨૦૨૪ (શુક્રવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસો સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.

દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યકિત

નામાંકન પત્રોની ચકાસણી કોન્ફરન્સ હોલ, પહેલો માળ, તાલુકા સેવાસદન, ટીંબી, વાઘોડીયાની કચેરી ખાતે તા. ૨૦/૦૪/૨૦૨૪ (શનિવાર)ના રોજ સવારે ૧૧ વાગ્યે હાથ ધરવામાં આવશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યકિત કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લેખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની ઉક્ત કચેરીના અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા. ૨૨મી એપ્રિલ-૨૦૨૪ (સોમવાર)ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલા પહોંચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. ૭મી મે (મંગળવાર)ના રોજ સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક વચ્ચે યોજાશે, એમ ૧૩૬-વાઘોડીયા વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement

 પ્રથમ દિવસે ૪૩ નામાંકન પત્રોનો ઉપાડ

વડોદરા સંસદીય મતવિસ્તાર બેઠક માટે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પ્રતિપ્રેષક અધિકારી બિજલ શાહે આજે જાહેરનામુ પ્રસિદ્ધ કરતાની સાથે જ સૂચિત ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો કચેરી ખાતેથી મેળવવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી આજે પ્રથમ દિવસે ૪૩ ફોર્મનો ઉપાડ થયો હતો. જેમાં સોશ્યાલિસ્ટ સેન્ટર ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ત્રણ પ્રતિનિધિએ ૧૨ ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ, બહુજન સમાજવાદી પાર્ટીના એક પ્રતિનિધિએ ચાર ફોર્મ, ૧૩ વ્યક્તિએ અપક્ષ તરીકે ૧૯ ફોર્મનો ઉપાડ કર્યો હતો. આમ એકંદરે ૧૯ વ્યક્તિએ ૪૩ ઉમેદવારી પત્રો મેળવ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : શક્તિ સ્તવનમાં ભાજપના લોકસભા ઉમેદવાર સહિત નેતાઓ ગરબે ઘૂમ્યા

Tags :
Advertisement

.