Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લક્ઝ્યુરીયસ કાર ખરીદવાનું વેપારીને પડયું મોંઘું,જાણો શું છે મામલો

અમદાવાદમાં લક્ઝ્યુરિયસ ગાડી ખરીદવાનું વેપારીને મોંઘુ પડયું છે. સાબરમતી પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ જ વેપારી સાથે ઠગાઈ આચરી હતી. સેલ્ફ ડ્રાઈવ માટે લીધેલી ગાડી વેપારીને વેચી લાખો રૂપિયા પોલીસ કર્મીએ પડાવી લીધા હતા. સેલ્ફ ડ્રાઇવ કંપની પાસેથી ભાડે કાર મેળવી પોલીસ કર્મચારીએ ઠગાઇ આચરી છે. અમદાવાદના એક વેપારીને લક્ઝુરિયસ કાર સસ્તા ભાવે આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે àª
લક્ઝ્યુરીયસ કાર ખરીદવાનું વેપારીને પડયું મોંઘું જાણો શું છે મામલો
અમદાવાદમાં લક્ઝ્યુરિયસ ગાડી ખરીદવાનું વેપારીને મોંઘુ પડયું છે. સાબરમતી પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ જ વેપારી સાથે ઠગાઈ આચરી હતી. સેલ્ફ ડ્રાઈવ માટે લીધેલી ગાડી વેપારીને વેચી લાખો રૂપિયા પોલીસ કર્મીએ પડાવી લીધા હતા. 
સેલ્ફ ડ્રાઇવ કંપની પાસેથી ભાડે કાર મેળવી પોલીસ કર્મચારીએ ઠગાઇ આચરી છે. અમદાવાદના એક વેપારીને લક્ઝુરિયસ કાર સસ્તા ભાવે આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ કર્મચારીનો ભાંડો ફુટી ગયો હતો. 
વાસણાના વેપારી દિનેશ ઠક્કરને લક્ઝુરિયસ ગાડી ખરીદવી ભારે પડી છે. વેપારી દિનેશ ઠક્કર ગાડી લે વેચનો ધંધો કરે છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આકાશ પટેલે રૂપિયા 37 લાખની લક્ઝુરિયસ કાર રૂપિયા 25 લાખની વેચવાની લાલચ આપી હતી. વેપારીએ લાલચમાં રૂપિયા 12 લાખ રોકડા આપી દીધા હતા પરતું જસ્ટ ડ્રાઇવ કંપનીના સંચાલકોએ ગાડીનું એન્જીન લોક મારી દેતા પોલીસ કર્મચારીની ઠગાઇનો ભાંડો ફૂટ્યો હતો, જેથી વેપારીએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે. 
પોલીસ કોન્સ્ટેબલ તરીકે આકાશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજા બજાવે છે.અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં આકાશ ફરજ બજાવતો હતો તે દરમિયાન દિનેશ ઠક્કર પરિચયમાં આવ્યો હતો.દૂધના વેપાર બાદ દિનેશ ઠક્કરે ગાડી લે વેચનો ધધો શરૂ કરતાં જ આકાશ પટેલે ઠગાઈનું ષડયંત્ર રચ્યું અને જસ્ટ ડ્રાઇવ કંપનીમાંથી સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે રાખી આ કાર દિનેશ ભાઈને વેચાણે આપી હતી. 
દિનેશ ઠક્કરે 12 લાખ ખર્ચી ગાડી ખરીદી હતી. ત્યાર બાદ ગાડીના ડોક્યુમેન્ટ નહિ આપીને આકાશ પટેલ છેલ્લા પાંચ મહિનાથી ફરાર થઈ ગયો હતો. વેપારીએ ગાડીની તપાસ કરતા સામે આવ્યું કે ગાડી અન્ય કોઈ વ્યક્તિના નામે હતી.
આનંદ નગર પોલીસે તપાસ કરતા પોલીસકર્મી આકાશ પટેલ છેલ્લા પાંચ મહિનાથી ફરજા પર હાજર ન થતો હોવાથી સાબરમતી પોલીસ મથકના પીઆઈએ ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કર્યો હતો.જો કે હવે આકાશ વિરુદ્ધ છેતરપીંડી ફરિયાદ નોંધાતા ઉચ્ચ અધિકારીએ આકાશને સસ્પેન્ડ કરી દીધો છે ત્યારે પોલીસકર્મી આકાશે અન્ય કોઈ લોકો સાથે ઠગાઇ કરી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.