Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારે વર્ષ 2017 ની યાદો વાગોળી

VADODARA : આજે વડોદરામાં લોકસભા અને વિધાનસભા બેઠક માટેની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA LOK SABHA BJP CANDIDATE DR. HEMANG JOSHI) એ સવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્ષ 2017 નો જુનો...
vadodara   ભાજપના લોકસભા ઉમેદવારે વર્ષ 2017 ની યાદો વાગોળી

VADODARA : આજે વડોદરામાં લોકસભા અને વિધાનસભા બેઠક માટેની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA LOK SABHA BJP CANDIDATE DR. HEMANG JOSHI) એ સવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્ષ 2017 નો જુનો ફોટો મુક્યો છે. જેમાં તેઓ જુની સંસદને હાથ બતાવી અભિવાદન કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. જો કે, વડોદરા લોકસભાની બેઠક પર ભાજપની જીત આસાન માનવામાં આવી રહી છે. ડો. હેમાંગ જોશી કેટલા મતોથી જીતીને નવા સંસદભવનમાં જશે, તે આજ સાંજ સુધી સ્પષ્ટ થઇ જશે.

Advertisement

જીત નિશ્ચિત જ મનાય છે

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે યુવા અને શિક્ષીત ઉમેદવાર ડો. હેમાંગ જોશીને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારને ઉમેદવાર બનાવ્યા હતા. વડોદરા લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. ભાજપ જે કોઇ ઉમેદવેરને ટીકીટ આપે તેની જીત નિશ્ચિત જ મનાય છે. આજે વડોદરા સહિત દેશભરમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જે વર્ષ 2017, જુલાઇનો હોવાનું લખવામાં આવ્યું છે.

Advertisement

હું યુવા મોરચાના સેલનો એક નાનો હોદ્દેદાર હતો

દેશના જુના સંસદભવનને હાથ બતાવી અભિવાદન કરતી મુદ્દામાં ફોટો મુકવામાં આવ્યો છે. આ ફોટો નીચે તેમણે લખ્યું છે કે, આ ફોટો જુલાઇ 2017 નો છે. જ્યારે રાષ્ટ્રપતિભવનની મુલાકાત લઇને દિલ્હીને વિદાય આપવા સમય પરપ મારા સાથીઓ દ્વારા ઢળતી સાંજે લેવામાં આવ્યો હતો. એ મુલાકાત સંપૂર્ણપણે શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે લેવામાં આવેલી હતી. ત્યારે હું યુવા મોરચાના સેલનો એક નાનો હોદ્દેદાર હતો.

મને ગર્વ છે

આજે કાર્યકર્તાઓના બળે મજબુત થયેલી પાર્ટીમાં જ આ શક્ય બની શકે કે, એક સામાન્ય ઘરમાંથી આવેલા એક નાના કાર્યકરને પણ લોકસભાના સાંસદ તરીકે ચૂંટણીમાં ભાગ લેવાની તક મળી શકે, મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. આજના દિવસ માટે સૌ કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ.

Advertisement

સાંજ સુધી સ્પષ્ટ થઇ જશે

જો કે, જો કે, વડોદરા લોકસભાની બેઠક પર ભાજપની જીત આસાન માનવામાં આવી રહી છે. ડો. હેમાંગ જોશી કેટલા મતોથી જીતીને નવા સંસદભવનમાં જશે, તે આજ સાંજ સુધી સ્પષ્ટ થઇ જશે.

આ પણ વાંચો -- VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીને લઇ અનેક રૂટ ડાયવર્ટ

Tags :
Advertisement

.