Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વધુ એક વખત નલિકામાંથી પીવાલાયક પાણી વેડફાયું

VADODARA : વડોદરાવાસીઓને થઇ રહે તેવા પાણીના સ્ત્રોત આપણી પાસે ઉપલબ્ધ છે. પરંતુ આ સ્ત્રોત થકી લોકો સુધી પહોંચાડવા માટેના આયોજનનો અભાવ છે. આ વાતની સાબિતી આપતા કિસ્સાઓ અવાર-નવાર આપણી સામે આવતા રહે છે. આજે સવારે વડોદરાના કાલાધોડા બ્રિજ પરથી...
vadodara   વધુ એક વખત નલિકામાંથી પીવાલાયક પાણી વેડફાયું

VADODARA : વડોદરાવાસીઓને થઇ રહે તેવા પાણીના સ્ત્રોત આપણી પાસે ઉપલબ્ધ છે. પરંતુ આ સ્ત્રોત થકી લોકો સુધી પહોંચાડવા માટેના આયોજનનો અભાવ છે. આ વાતની સાબિતી આપતા કિસ્સાઓ અવાર-નવાર આપણી સામે આવતા રહે છે. આજે સવારે વડોદરાના કાલાધોડા બ્રિજ પરથી પસાર થતી પાણીની લાઇનમાં લિકેજ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે હજારો લિટર પાણી વિશ્વામિત્રી નદીમાં વહી જવા પામ્યું છે. જેને લઇને વડોદરા તંત્રના અણઘડ વહીવટનો નમુનો વધુ એક વધત આપણી સમક્ષ આવ્યો છે.

Advertisement

આજે વધુ એક વખત પાણીનો વેડફાટ

વડોદરામાં ઉનાળાની શરૂઆત ટાણે જ ટાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. ક્યાંક તંત્રના સુચારૂ આયોજનના અભાવે તો ક્યાંક લાઇનમાં ભંગાણના કારણે લોકો ટાણી વગર ટળવળવા મજબૂર બન્યા છે. ફતેગંજમાં તો લાખો લિટર પાણી ગટરમાં વહી ગયા બાદ તંત્ર દ્વારા લાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાની સ્થિતી સર્જાઇ હતી. આ બધા વચ્ચે આજે વધુ એક વખત પાણીના વેડફાટની ઘટના સામે આવી છે.

વેરો ભરવા છતાં સુવિધાઓ નથી મળી રહી

શહેરના કાલાધોડા બ્રિજ પરથી પાણીની નલિકા પસાર થઇ રહી છે. આ નલિકામાંથી આજે સવારે પાણીનું લિકેજ થતું હોવાનું ધ્યાને આવ્યું છે. આ અંગે સામાજીક કાર્યકર અતુલ ગામેચી જણાવે છે કે, કાલાઘોડા બ્રિજ પર એર વાલ્વ લિકેજ થવાના કારણે પીવાલાયક પાણી વહી રહ્યું છે. કરોડો ગેલન પીવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં જઇ રહ્યું છે. લોકોને પીવાનું પાણી નથી મળતું, માટલા ફોડવા મજબુર બન્યા છે. વેરો ભરવા છતાં સુવિધાઓ નથી મળી રહી. આકરો ઉનાળો આવી રહ્યો છે. લિકેજ તાત્કાલિક રીપેર કરવું જોઇએ, પાણીનો પ્રવાહ બંધ કરવો જોઇએ પણ તેવું થતું જોવા મળી રહ્યું નથી.

Advertisement

તંત્રએ વધુ કમર કસવી પડશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતમાં જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા સામે આવી છે. જે જોતા તંત્ર યોગ્ય પગલાં નહિ ભરે તો આવનાર સમયમાં મુશ્કેલી વકરી શકે છે. અને લોકોએ પાલિકાની જગ્યાએ પાણી માટે ટેન્કરનો ભરોસો કરવો પડી શકે છે. ટેક્સના પૈસા ભરતા લોકોને પાણીની સુવિધા મળે તે માટે તંત્રએ વધુ કમર કસવી પડશે.

આ પણ વાંચો -- VADODARA : સાદાઇથી લગ્ન કર્યા બાદ સાસરિયાઓએ દહેજની માંગ મુકી, પછી…

Advertisement

Tags :
Advertisement

.