Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જોખમી કેમીકલની અસુરક્ષિત હેરાફેરી નાકામ બનાવતી LCB

VADODARA : વડોદરા (VADODARA) લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LOCAL CRIME BRANCH) દ્વારા એક ટેન્કરમાંથી અન્યમાં કોઇ પણ પ્રકારના સેફ્ટીના સાધને વગર જોખમી કેમીકલ (CHEMICAL) ટ્રાન્સફર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી...
vadodara   જોખમી કેમીકલની અસુરક્ષિત હેરાફેરી નાકામ બનાવતી lcb

VADODARA : વડોદરા (VADODARA) લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LOCAL CRIME BRANCH) દ્વારા એક ટેન્કરમાંથી અન્યમાં કોઇ પણ પ્રકારના સેફ્ટીના સાધને વગર જોખમી કેમીકલ (CHEMICAL) ટ્રાન્સફર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ તમામ સામે સમા પોલીસ મથક (SAMA POLICE STATION) માં ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

એક ટેન્કર અગાઉથી ઉભુ રાખવામાં આવે છે

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (VADODARA LCB) દ્વારા આવાવરૂ જગ્યાએ ઉભી રહેતા ટેન્કરોમાંથી કેમીકલ-ડિઝલ ચોરીને નાકામ બનાવવા માટે સુચના આપવામાં આવી છે. તાજેતરમાં ટીમને બાતમી મળી હતી કે, રાજેશ ખંડેલવાલ (રહે. સૈનિકપુરી સોસાયટી, ચાણક્યપુરી પાસે, સમા) નું ટેન્કર ઉભુ રાખવામાં આવ્યું છે. અને તેઓના બીજા ટેન્કર બહારથી આવે ત્યારે અગાઉથી ઉભા રાખવામાં આવેલા ટેન્કરમાંથી જ્વલનશીલ કેમીકલ ઇલેક્ટ્રીક મોટર અને પાઇપ વડે ટ્રાન્સફર કરવામાં આવે છે.

સમા પોલીસ મથકમાં ગુનો દાખલ

બાતમીવાળી જગ્યાએ એલસીબીની ટીમ પહોંચતા ઇરફાન પ્યારેસાહેબ રાજ (રહે. બિસ્મીલ્લા પાર્ક, ફુલવાડી, ગોરવા), ઝાકીરહુસૈન મહેમાનભાઇ ઘાંચી (રહે. બિસ્મીલ્લા પાર્ક, ગોરવા) અને સંતરામ માતાફેર સરોજ (રહે. સૈનિકપુરી સોસાયટી, ચાણક્યપૂરી પાસે, સમા) દ્વારા કોઇ પણ સેફ્ટીના સાધનો કે ચેતવણી બોર્ડ વગર માણસોની જીંદગીને જોખમમાં મુકે તેવી રીતે કામ કરતા મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં રાજેશ હરિકીશન ખંડેલવાલ (રહે. સૈનિકપુરી સોસાયટી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એલસીબીએ તમામ સામે સમા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે.

Advertisement

વોન્ટેડ ઇસમને દબોચી લેવા માટે કમર કસી

ઉપરોક્ત કાર્યવાહીમાં બે ટ્રક, કેમીકલ, ઇલેક્ટ્રીક મોટર, પાઇપ અને મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા વોન્ટેડ ઇસમને દબોચી લેવા માટે એલસીબીએ કમર કસી છે. આરોપીઓ દ્વારા બિંદાસ્ત રીતે જોખમી કામ કરવામાં આવતા જોઇને એલસીબીની ટીમ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. આ કાર્યવાહીથી આ પ્રકારનું કામ કરનારાઓના મનસુબા હવે ઢીલા પડશે તેવું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --VADODARA : નવદંપતિ વચ્ચે જૂતા ચોરીની રસમ બાદથી શરૂ થયો ખટરાગ, પતિએ કેનેડા ગયા બાદ તરછોડી

Advertisement

Tags :
Advertisement

.