Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રીસર્ફેસીંગ થયેલા લાલ બાગ બ્રિજ પર એક તરફ ડામર પીગળ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના લાલ બાગ બ્રિજ પર તાજેતરમાં રીસર્ફેસીંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જે બાદ આજની સ્થિતીએ લાલ બાગ બ્રિજ પરથી વાહન ચાલકોએ ચાવચેતી પૂર્વક પસાર થવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આજે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી...
vadodara   રીસર્ફેસીંગ થયેલા લાલ બાગ બ્રિજ પર એક તરફ ડામર પીગળ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના લાલ બાગ બ્રિજ પર તાજેતરમાં રીસર્ફેસીંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જે બાદ આજની સ્થિતીએ લાલ બાગ બ્રિજ પરથી વાહન ચાલકોએ ચાવચેતી પૂર્વક પસાર થવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આજે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લાલ બાગ તરફ જવાના રસ્તે ડામર પીગળ્યો હોવાનું વાહન ચાલકો અનુભવી રહ્યા હતા. જેને લઇને સાવચેતી પૂર્વક પસાર થવું પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. તો બીજી તરફ એક બાજુ આડેધડ રેતી પાથરી દેતા વાહન ચાલકોમાં સ્લીપ થવાનો ભય જોવા મળ્યો છે. ગત માસમાં જ આ બ્રિજ પર રીસર્ફેસીંગની કામગીરી કરવામાં આવી હતી. અને હાલ રેકોર્ડ બ્રેક ગરમી પણ નથી પડી રહી ત્યારે ડામરનું પીગળવું અનેક સવાલો ખડા કરે તેમ છે.

Advertisement

સાવચેતી રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ

વડોદરાના લાલ બાગ બ્રિજ પર ખાડા વધી જતા પાલિકા તંત્ર દ્વારા ગત માસમાં તબક્કાવાર રીતે તેને બંધ કરીને રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રીસર્ફેસીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આજની સ્થિતીએ અહિંયાથી પસાર થતા વાહન ચાલકોએ ખાસ સાવચેતી રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આજે બપોરના સમયે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લાલ બાગ તરફ જવાના રસ્તે બ્રિજ પર ડામર પીગળી ગયો હોવાનું વાહન ચાલકોના ધ્યાને આવ્યું હતું. જેને લઇને ખુબ ધ્યાન રાખીને જવું પડે તેવી સ્થિતી હતી.

તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું

તાજેતરમાં જ રીસર્ફેસીંગ પામેલ બ્રિજ પર ડામર પીગળવાને કારણે લોકોમાં ઉત્સુકતા સર્જાઇ હતી. હાલની સ્થિતીએ એવી રેકોર્ડ બ્રેક ગરમી પણ નથી પડી રહી, તેવામાં ડામર પીગળવાને કારણે તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આજની સ્થિતી સામે આવ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલાં લેવામાં આવે છે કે નહી, અને પાલિકા દ્વારા બ્રિજ પર લોકોની સુરક્ષાને લઇને કેટલા સમયમાં રેતી પાથરવામાં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : જર્જરિત મકાનોના વિજ કનેક્શન કાપવાની સાથે સિલિંગની કામગીરી જારી

Advertisement
Tags :
Advertisement

.