Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હોટલના ગલ્લા પર માથાકુટ બાદ તોડફોડ

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણની હોટલ (KARJAN HOTEL) ના ગલ્લા પર થયેલી બોલાચાલી વધતા વાત તોડફોડ સુધી પહોંચી હતી. આ અંગે પરિજનોને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં તેઓ આવી પહોંચ્યા હતા. આખરે સમગ્ર મામલે કરજણ પોલીસ મથક (KARJAN POLICE...
vadodara   હોટલના ગલ્લા પર માથાકુટ બાદ તોડફોડ

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણની હોટલ (KARJAN HOTEL) ના ગલ્લા પર થયેલી બોલાચાલી વધતા વાત તોડફોડ સુધી પહોંચી હતી. આ અંગે પરિજનોને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં તેઓ આવી પહોંચ્યા હતા. આખરે સમગ્ર મામલે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

શિવરાજભાઇ પાસે પડીકી માંગી

કરજણ પોલીસ મથકમાં હાર્દિકસિંહ જયેન્દ્રસિંહ પરમાર (રાજપૂત) (રહે. માંગલેજ, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ માંગલેજ ગામના બસ સ્ટેન્ડ પાસે હોટલ ચલાવે છે. 19 એપ્રિલે રાત્રે તેઓ હોટલ પર હાજર હતા. તે સમયે જય પ્રભાત પરમાર (રહે. માંગલેજ) ત્યાં આવ્યો હતો. અને ગલ્લા પર બેઠેલા શિવરાજભાઇ પ્રજાપતિ પાસે પડીકી માંગી હતી. તેણે શિવરાજભાઇને કહ્યું કે, મેં કેવી....બોલતી બંધ કરી દીધી, તે બાદ તેણે ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. જેથી તેને અટકાવીને તું કેમ ગાળો બોલે છે તેમ કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો. અને ફેંટ પકડીને ઝપાઝપી કરી રહ્યો હતો. જે બાદ તેણે ગલ્લામાં તોડફોડ કરી હતી.

ઝપાઝપી શરૂ કરી દીધી

પછી તેણે તેના પિતા પ્રભાતભાઇ પરમારને ફોન કરતા તેઓ, તેની નાની બેન વૈભવી, રાજા મહેશભાઇ પરમાર તથા માતા સુધાબેન ત્યાં આવી ગયા હતા. તમામે એકજૂટ થઇને કહ્યું કે, તમે અમારી સાથે કેમ ખોડો ઝગડો કર્યો હતો. આજે તો તને નહિ છોડીએ. જાનથી મારી નાંખીશું. તેમ કહી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. તેવામાં જયની માતાએ આવીને કહ્યું કે, તે મારા છોકરાને ગુમ કરી દીધો છે. જેથી બીજા માણસો જયને શોધવા ગયા હતા. પરંતુ જય ફળિયામાંથી જ મળી આવ્યો હતો. જેથી જયની મમ્મીને તમારો છોકરો તમારા ઘરે જ છે, તેમ કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને ઝપાઝપી કરી શર્ટ ફાડી નાંખ્યું હતું. અને બરડાના ભાગે લાકડીની એક ઝપટ મારી હતી.

Advertisement

પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે જય પ્રભાત પરમાર, પ્રભાતભાઇ ગોવિંદભાઇ પરમાર, વૈભવી પ્રભાતભાઇ પરમાર, રાજા મહેશભાઇ પરમાર અને સુધાબેન પ્રભાતભાઇ પરમાર (રહે. માંગલેજ, કરજણ) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Lok Sabha Candidate Nomination: સાબરકાંઠા બેઠકના અપક્ષ ઉમેદવાર શક્તિ પ્રદર્શન કર્યા બાદ પાણીમાં બેસી ગયા

Advertisement

Tags :
Advertisement

.