Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : કપાસ ભરેલા ટેમ્પામાં આગ લાગતા કંઈ ન બચ્યું

VADODARA : વડોદરા પાસે કરજણ (KARJAN) નજીક સનાપુરા ગામ પાસે કપાસ ભરેલા ટેમ્પા (TEMPO) માં આજે સવારે આગ (FIRE) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કપાસ સહિતનો મુદ્દામાલ આગમાં સ્વાહા થવા પામ્યો છે. તો બીજી તરફ ઘટનામાં ડ્રાઇવર અને...
04:36 PM Apr 07, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા પાસે કરજણ (KARJAN) નજીક સનાપુરા ગામ પાસે કપાસ ભરેલા ટેમ્પા (TEMPO) માં આજે સવારે આગ (FIRE) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કપાસ સહિતનો મુદ્દામાલ આગમાં સ્વાહા થવા પામ્યો છે. તો બીજી તરફ ઘટનામાં ડ્રાઇવર અને ક્લિનરની સતર્કતાના કારણે તેમનો બચાવ થવા પામ્યો છે. ટેમ્પામાં અચાનક લાગેલી આગ પાછળ હાલ તબક્કે કોઇ કારણ જાણી શકાયું નથી.

ટેમ્પો ચાલક અને ક્લિનર બહાર નિકળી ગયા

વડોદરા પાસે આવેલા કરજણ નજીક નારેશ્વરથી પાલેજ તરફ જવાના રસ્તે કપાસ ભરેલો ટેમ્પો જઇ રહ્યો હતો. આ ટેમ્પો સનાપુરા પાટીયા પાસે પહોંચ્યો તેવામાં તેમાં કંઇક બળી રહ્યું હોવાની ગંધ આવી હતી. જે ભાળી જતા સમયસુચકતા વાપરીને ટેમ્પો ચાલક અને ક્લિનર બહાર નિકળી ગયા હતા. સલામત અંતરે જઇને જોયું તો ટેમ્પોમાં આગ લાગી હતી. જે ધીરે ધીરે પ્રસરતા એક તબક્કે ભીષણ બની હતી. આગની લપટોમાં આખો ટેમ્પો આવી ગયો હોવાની સ્થિતી સર્જાઇ હતી.

તંત્રએ રાહતનો શ્વાસ લીધો

બીજી તરફ આગ લાગવાની ઘટના અંગે કરજણ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, ફાયરના લાશ્કરોને 30 મીનીટથી પણ વધારે સમય આગ પર કાબુ મેળવવામા્ં લાગ્યો હતો. આગ લાગવાને કારણે ટેમ્પાનો મોટું નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

નુકશાનનો અંદાજો લગાડવો મુશ્કેલ

અત્રે ઉલ્લેખીય છે કે, આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. સાથે જ આગ અકસ્માતની ઘટનામાં ખેડુતનું કેટલું નુકશાન થયું તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી. આ ઘટના આંતરિયાળ રોડ પર બની હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ ન હતી. અને સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો -- VADODARA : પોલીસ મથકમાંથી 22 બિનવારસી વાહનો મળી આવ્યા

Tags :
caughtcottonfireHugeKarjanlosttempoVadodara
Next Article