Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SOU સ્ટાઇલ ગ્લો ગાર્ડનનું નજરાણું હવે કમાટીબાગમાં

VADODARA : સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) ખાતે રાજ્યનું સંભવિત પહેલું ગ્લો ગાર્ડન (GLOW GARDEN) તૈયાર કરવામાં આવ્યું છે. રાત્રીના સમયે ગ્લો ગાર્ડનનો નજારો પ્રવાસીઓને ખાસ આકર્ષે તેવો હોય છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાઇલ ગ્લો ગાર્ડનનું નજરાણું...
vadodara   sou સ્ટાઇલ ગ્લો ગાર્ડનનું નજરાણું હવે કમાટીબાગમાં

VADODARA : સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) ખાતે રાજ્યનું સંભવિત પહેલું ગ્લો ગાર્ડન (GLOW GARDEN) તૈયાર કરવામાં આવ્યું છે. રાત્રીના સમયે ગ્લો ગાર્ડનનો નજારો પ્રવાસીઓને ખાસ આકર્ષે તેવો હોય છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાઇલ ગ્લો ગાર્ડનનું નજરાણું કમાટીબાગ (KAMATI BAUG) માં ઉભુ કરવામાં આવ્યું છે. જે અહિંયા આવતા મુલાકાતીઓ માટે નવું આકર્ષણ બનીને રહેશે. છેલ્લા કેટલાય સમયથી કમાટીબાગમાં વિવિધ પ્રકારના આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.

Advertisement

મુલાકાતીઓમાં ભારે પડાપડી

વડોદરાનું કમાટીબાગ આજે પણ મધ્યગુજરાતમાં અસંખ્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. બહાર ગામથી ફરવા આવતા લોકો હોય કે, શાળાનો શૈક્ષણિક પ્રવાસ તમામને કમાટીબાગ આકર્ષે છે. છેલ્લા કેટલાય સમયથી કમાટીબાગમાં મુલાકાતીઓનું દિલ જીતવા માટે અલગ અલગ પ્રકારના આકર્ષણનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ફાઇબરના બનાવેલા પ્રાણીઓની પ્રતિમાઓ મુકવામાં આવી છે. જેની જોડે ફોટો-વિડીયો લેવા માટે મુલાકાતીઓમાં ભારે પડાપડી જોવા મળે છે. તેવામાં હવે રાત્રીના સમયે ખાસ આકર્ષણ જમાવે તેવું ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે.

રાત્રીના સમયે ઝગમગી ઉઠે

કમાટી બાગમાં બેન્ડ સ્ટેન્ડના પાસે ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જે આશરે 35 ફૂટ લાંબો અને 10 ફૂટની પહોળાઈ ધરાવે છે, જેમાં આર્ટિફિશિયલ કોકોનટ ટ્રી, મેપલ ટ્રી મૂકવામાં મુકવામાં આવ્યા છે. જે રાત્રીના સમયે ઝગમગી ઉઠે છે. આ સ્થળ હવે સેલ્ફી પોઇ્ટ તરીકે વિકસી રહ્યું છે. અને ખાસ કરીને રાત્રીના સમયે મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે.

Advertisement

મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરશે

કમાટીબાગમાં શહેરનું સૌથી જૂનું અને મધ્યગુજરાતમાં સૌથી જાણીતું ઝુ છે. અહિંયા દિવસભર મુલાકાતીઓની મોટી સંખ્યામાં ચહલપહલ રહે છે. ખાસ કરીને વેકેશન સમયે તો કીડીયારૂ ઉભરાય તેવી સ્થિતી હોય છે. સત્તાધીશો દ્વારા કમાટીબાગમાં એક પછી એક આકર્ષણમાં કરવામાં આવતો ઉમેરો મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચો -- VADODARA : અગ્નિવીર જવાનનું ઠાઠમાઠથી સ્વાગત

Advertisement

Tags :
Advertisement

.