Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કમાટીબાગના પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવશે, "ફળાહાર, સેન્ડવીચ પફ પેનલ અને પાણીનો છંટકાવ"

VADODARA : ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ તેજ જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરીકોએ પણ ગરમીથી બચવાના ઉપાયો શરૂ કરી દીધા છે. ત્યારે હવે કમાટીબાગ ઝુ (KAMATI BAUG ZOO) માં પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. અને આ...
vadodara   કમાટીબાગના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવશે   ફળાહાર  સેન્ડવીચ પફ પેનલ અને પાણીનો છંટકાવ

VADODARA : ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ તેજ જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરીકોએ પણ ગરમીથી બચવાના ઉપાયો શરૂ કરી દીધા છે. ત્યારે હવે કમાટીબાગ ઝુ (KAMATI BAUG ZOO) માં પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. અને આ વખતે પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવામાં ફળાહાર, સેન્ડવીચ પફ પેનલ અને પાણીના છંટકાવની મહત્વની ભૂમિકા રહેનાર હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે.

Advertisement

પ્રાણી-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે સજ્જ બન્યું તંત્ર

વડોદરાનું કમાટી બાગ બાળકો અને મોટેરાઓમાં અનોખું આકર્ષણ ધરાવે છે. ખાસ કરીને વેકેશનમાં બહારગામથી પણ બાળકો અને માતા-પિતા કમાટી બાગ ઝૂની મુલાકાતે આવતા હોય છે. ત્યારે હવે ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. તેને લઇને સામાન્ય માણસોએ ગરમીથી બચવાના ઉપાયો શરૂ કરી દીધા છે. ત્યારે કમાટી બાગ ઝૂનું તંત્ર પણ પ્રાણી-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે સજ્જ બન્યું છે. આ વખતે ગરમીમાં ઝૂની મુલાકાતે આવનાર મુલાકાતીઓને ટાઠક મળે તે માટે ચાલવાના રસ્તા પર (વિઝીટર પાથ-વે) પર પણ પાણીનો છંટકાવ કરવાનું આયોજન છે. જે સરાહનીય છે.

પિંજરા, તેના ફરતે અને વીઝીટર પાથ-વે પર પાણીનો છંટકાવ

કમાટી બાગ ઝુના ડાયરેક્ટર પ્રત્યુશ પાટણકર જણાવે છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વધી રહી છે. તેને ધ્યાને રાખીને શરૂઆતથી જ ઝૂના તમામ પ્રાણીઓ-પક્ષીઓને ગરમીથી બચાવવા માટેના પગલાની કામગીરી હાથમાં લઇ લીધી હતી. સાથે જ સહેલાણીઓને પણ ઠંડક મળે તે માટે પિંજરા, તેના ફરતે અને વીઝીટર પાથ-વે પર દિવસમાં બે વખત સવારે અને સાંજે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આગામી સમયમાં ગરમી વધતા પાણીનો છંટકાવ વધારવામાં આવશે. જુના પિંજરા ઉપર સુકા ત્રાલસા અને ઘાસ મુકીને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જેથી પ્રાણી-પક્ષીઓને સંપુર્ણ ઠંડક મળી રહે છે.

Advertisement

સિઝનલ ફળોનું પ્રમાણ પશુ-પક્ષીઓના ખોરાકમાં વધારાયું

વધુમાં પ્રત્યુશ પાટણકર ઉમેરે છે કે, નવી એવીયરીમાં સુકા ત્રાલસા મુકવાની જરૂર નથી રહેતી. તેની બનાવટમાં છત પર સેન્ડવીચ પફ પેનલ લગાડવામાં આવી છે. જેને લઇને પિંજરાનું તાપમાન બહારના તાપમાન કરતા ઓછું રહે છે. અને પાણીનો છંટકાવ કરવાથી ઠંડક જળવાઇ રહે છે. હરણોમાં શેડ પર સુકુ ઘાસ-ત્રાલસા મુકવામાં આવ્યા છે. સિઝનલ ફળોનું પ્રમાણ પશુ-પક્ષીઓના ખોરાકમાં વધારી દેવામાં આવ્યું છે. કાકડી, તરબુચ, અને સક્કરટેટીનો ઉપયોગ થઇ રહ્યો છે. અને ટુંક સમયમાં કેરી પણ ઉમેરવામાં આવશે. જેને લઇને પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા નહિ રહે. ઝૂ તંત્ર ગરમી સામે પ્રાણી-પક્ષીઓને રક્ષણ આપવા સંપૂર્ણ સજ્જ છે.

આ પણ વાંચો --VADODARA : નર્મદા ભુવનના જનસેવા કેન્દ્રની વ્યથા, “મેં પાની પાની હો ગયા”

Advertisement

Tags :
Advertisement

.