ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : જેતલપુર ઓવર બ્રિજ પર સળિયા દેખાવવા લાગ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના કાલાઘોડા અને અલકાપુરી વિસ્તારને જોડતા જેતલપુર ઓલર બ્રિજ પર પોપડા નિકળીને સળિયા દેખાઇ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ બ્રિજનું ઉદ્ધાટન વર્ષ 2011 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું...
04:54 PM Jul 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના કાલાઘોડા અને અલકાપુરી વિસ્તારને જોડતા જેતલપુર ઓલર બ્રિજ પર પોપડા નિકળીને સળિયા દેખાઇ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ બ્રિજનું ઉદ્ધાટન વર્ષ 2011 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. માત્ર 13 વર્ષમાં જ બ્રિજની આવી નોબત આવવાની શરૂ થઇ ગઇ છે. હવે પાલિકા આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

રૂ. 23.54 કરોડનો ખર્ચ લાગ્યો હતો

વડોદરાના જાણીતા જેતલપુર ઓવર બ્રિજની દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. ઓવર બ્રિજ પર સરફેસના પોપડા નિકળીને સળિયા દેખાઇ રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ ઓવર બ્રિજનું ઉદ્ધાટન વર્ષ 2011 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. 23.54 કરોડનો ખર્ચ લાગ્યો હતો. આ બ્રિજને તંત્ર દ્વારા સ્વામી વિવેદાનંદ રેલવે ઓવરબ્રિજનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ શહેરીજનોમાં તે જેતલપુર બ્રિજ તરીકે વધારે જાણીતો છે.

થોડાક જ સમયમાં ત્યાં ખાડા જોવા મળ્યા

જો કે, વડોદરામાં ઓવર બ્રિજમાં પોપડા ઉખડવા અથવાતો ખાડા પડવાની આ કોઇ પહેલી ઘટના નથી. તાજેતરમાં લાલ બાગ બ્રિજ પર રિસર્ફેસીંસ કરવામાં આવ્યું હતું. બાદમાં થોડાક જ સમયમાં ત્યાં ખાડા પડેલા જોવા મળ્યા હતા. જેને લઇને ફરી એક વખત સમારકામ કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. હવે આ બ્રિજમાં પણ પાલિકા તંત્ર દ્વારા સમારકામ કરવું પડશે. વડોદરામાં બ્રિજની કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ગોલમાલ કરવામાં આવતી હોવાની શક્યતાઓએ આ ઘટનાઓ આડકતરૂ સમર્થન આપે છે.

આ પણ વાંચો -- VADODARA : “કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – BJP MLA શૈલેષ સોટ્ટા

Tags :
asBridgecementironjetalpurmissingoverpartseenVadodara
Next Article