Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મધરાત્રે લોકોને લઇ જતા છોટા હાથી વાહન પર પથ્થર પડ્યો, પછી....

VADODARA : વડોદરા પાસે જરોદ પોલીસ મથક વિસ્તારમાં તાજેતરમાં મોડી રાત્રે ઘરે છોટા હાથી વાહન પર પરત ફરી રહેલા લોકો પર પથ્થર પડ્યો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ એક શખ્સે દુરથી દોડી આવીને માથાકુટ કરી હતી. આ માથાકુટમાં...
vadodara   મધરાત્રે લોકોને લઇ જતા છોટા હાથી વાહન પર પથ્થર પડ્યો  પછી

VADODARA : વડોદરા પાસે જરોદ પોલીસ મથક વિસ્તારમાં તાજેતરમાં મોડી રાત્રે ઘરે છોટા હાથી વાહન પર પરત ફરી રહેલા લોકો પર પથ્થર પડ્યો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ એક શખ્સે દુરથી દોડી આવીને માથાકુટ કરી હતી. આ માથાકુટમાં કડું મારી દેતા ચાલકને ઇજાઓ પહોંચી હતી. જે બાદ શખ્સ નાસી છુટ્યો હતો. આખરે સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રાત્રે અઢી વાગ્યે કોઇએ પથ્થર માર્યો

જરોદ પોલીસ મથકમાં રાજેશ છત્રસિંહ સોલંકી (રહે. સિંગાપુરા - કોટંબી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે મંડપ સર્વિસનું કામ કરે છે. 26, એપ્રિલે તેઓ તેમના પિતા અને બે શ્રમિક અમીતભાઇ કાંતિભાઇ રાઠોડીયા (રહે. વાઘોડિયા) અને ગણપતભાઇ પ્રભાતભાઇ સોલંકી (રહે. વાઘોડિયા) સાથે સિકંદરપુરામાં લગ્નનો મંડપ બાંધીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેવામાં કોટંબી ગામના સ્મશાન નજીક સુર્યા નદીના નાળા પાસે રાત્રે અઢી વાગ્યે તેમના છોટા હાથી વાહન પર કોઇએ પથ્થર માર્યો હતો. તે જોવા માટે તેમણે વાહન ઉભુ રાખ્યું હતું.

રાજેશને માથામાં કડું મારી દીધું

તેવામાં સામેથી એક વ્યક્તિએ આવીને વાહન પર ચઢી તેમના પિતા અને શ્રમિકોને માર મારવાનું શરૂ કર્યું હતું. જેથી તેઓ પાછળના ભાગે ગયા હતા. માર મારનાર શખ્સની ઓળખ કોટંબી ગામનો અજય ઉર્ફે ડગન રમેશભાઇ ચૌહાણ તરીકે થઇ હતી. તેઓએ અજયને પુછ્યું કે, મારા વાહન પર કેમ પથ્થર માર્યો અને કેમ આ લોકોને મારી રહ્યો છે. જે બાદ તે ઉશ્કેરાઇ ગયો હતો. અને તેણે રાજેશને માથામાં કડું મારી દીધું હતું. અને ત્યાંથી નાસી છુટ્યો હતો. આ ઘટનામાં શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે રાજેશને માથામાંથી લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું. જે બાદ તેને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલમાં ટાંકા લઇને રજા આપી દેવામાં આવી હતી. જે બાદ ફરી ચક્કર આવતા દવાખાને દોડવું પડ્યું હતું.

Advertisement

વધુ કાર્યવાહી હાથ ધરાઇ

ઉપરોક્ત મામલાનો સામાજીક રાહે નિકાલ કરવાનો રાજેશનો વિચાર હતો. પરંતુ કોઇ નિકાલ નહિ થતા આખરે અજય ઉર્ફે ડગન રમેશભાઇ ચૌહાણ (રહે. કોટંબી - વાઘોડિયા) સામે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી નાગરિક ધર્મ નિભાવવા અપીલ

Advertisement

Tags :
Advertisement

.