Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : એડમિશનની મોસમ ખીલતા જનસેવા કેન્દ્રનો સમય વધારાયો

VADODARA : તાજેતરમાં ધો. 10 - 12 બોર્ડના પરીણામો (BOARD EXAM RESULT OUT) જાહેર થયા છે. જે બાદ એડમિશન (NEW ADMISSION) ની મોસમ ખીલી ઉઠી છે. ત્યારે બીજી તરફ એડમિશન લેવા માટે અલગ અલગ પ્રકારના સર્ટિફીકેટની જરૂરત પડતી હોય છે....
vadodara   એડમિશનની મોસમ ખીલતા જનસેવા કેન્દ્રનો સમય વધારાયો

VADODARA : તાજેતરમાં ધો. 10 - 12 બોર્ડના પરીણામો (BOARD EXAM RESULT OUT) જાહેર થયા છે. જે બાદ એડમિશન (NEW ADMISSION) ની મોસમ ખીલી ઉઠી છે. ત્યારે બીજી તરફ એડમિશન લેવા માટે અલગ અલગ પ્રકારના સર્ટિફીકેટની જરૂરત પડતી હોય છે. તેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ના સમયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સાથે જ જરૂરી વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. તંત્રના આ પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે.

Advertisement

આજથી સમય વધારી દેવામાં આવ્યો

વડોદરામાં બોર્ડ પરીક્ષાના પરીણામો જાહેર થયા બાદ વધુ અભ્યાસ માટેના આગળ એડમિશન લેવા માટે અલગ અલગ સર્ટિફીકેટની જરૂર પડે છે. આ સર્ટિફીકેટ મેળવવા માટે તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. હવે લોકમાંગને ધ્યાને રાખીને આજથી જનસેવા કેન્દ્રનો સમય વધારી દેવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રો પર બંદોબસ્ત, યોગ્ય બેઠક વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આમ, લોકોના ઘસારાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે.

બે નાયબ મામતલદાર ફાળવવામાં આવ્યા

જન સેવા કેન્દ્રના મેનેજર ત્રિકમભાઇ પટેલ જણાવે છે કે, જિલ્લા કલેક્ટરની સુચનાથી સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી જનસેવા કેન્દ્રનો સમય બદલીને રાખવામાં આવ્યો છે. પહેલા 10 - 30 કલાકથી કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે લોકોની ભીડ ઓછી થાય, તાત્કાલિક આવકનો દાખલો, ક્રિમી લેયર સર્ટિફીકેટ મેળવી શકાય. તમામ જનસેવા કેન્દ્રમાં બે નાયબ મામતલદાર ફાળવવામાં આવ્યા છે. જરૂરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાથે જ લોકો માટે બેસવાની અને પાણીન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertisement

જરૂર ન હોય તો ન આવવું

વધુમાં તેઓ જણાવે છે કે, છેલ્લા ચાર દિવસમાં 5600 થી વધારે નોન ક્રિમીલેયર સર્ટિફીકેટ, આવકના દાખલા, જાતીના દાખલા ઇશ્યુ કરવામાં આવ્યા છે. લોકોને અપીલ છે કે, જરૂર ન હોય તો ન આવવું જોઇએ. હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. જેમને અભ્યાસ માટે જરૂરી છે, તેઓએ જ આવવું જોઇએ.

આ પણ વાંચો --- VADODARA : જૂની કલેક્ટર કચેરીનું ધ્યાન રાખવા વાળુ કોઇ નથી

Advertisement

Tags :
Advertisement

.