VADODARA : ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી પરિવારની સ્નાન યાત્રા યોજાઇ
VADODARA : આજે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર (ISKCON TEMPLE - VADODARA) માં ભગનાવ જગન્નાથજી પરિવારની સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ભગવાન જગન્નાથજી સહ પરિવાર નિજ મંદિરમાં બિરાજમાન થશે. અને ત્યાર બાદ મંદિરના પટ બંધ કરી દેવામાં આવનાર છે. આજથી મંદિરના બંધ કરવામાં આવેલા પટને અષાઢી બીજના રોજ ખોલવામાં આવશે. અને તે દિવસે ભગવાન જગન્નાથજી રથ પર સવાર થઇને પરિવાર નગરચર્યાએ નિકળશે.
મોટો ભોગ ધરાવવામાં આવ્યો
વડોદરામાં વર્ષોથી ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. તે પૂર્વે ભગવાનની અલગ અલગ પ્રકારે પૂજન કરવામાં આવતુંં હોય છે. તે અંતર્ગત આજે ભગવાન જગન્નાથજી પરિવાર પર ઇસ્કોન મંદિર પરિસરમાં સ્નાન યાત્રા- જળાભિષેકનું કરવામાં આવ્યો છે. દરમિયાન ભગવાનને મોટો ભોગ પણ ધરાવવામાં આવ્યો છે. આ પ્રસંગે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ હાજર રહ્યા છે. અને ભગવાનના આશિર્વાદ મેળવ્યા છે.
અષાઢી બીજના દિવસે પટ ખુલશે
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી જણાવે છે કે, ભગવાન જગન્નાથજીની જળાભિષેક, સ્નાન યાત્રા કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીને સવારે 9 વાગ્યે નિજ મંદિરમાંથી બેઠક પર લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરતી પછી જળાભિષેક શરૂ કરવામાં આવ્યો હતો. આજથી ભગવાન નિજ મંદિરમાં ગયા બાદ પટ બંધ થઇ જશે. 7 જુલાઇ, અષાઢી બીજના દિવસે ભગવાનના પટ ખુલશે. તે દિવસે ભગવાન નગરચર્યાએ નિકળશે. આજે 1108 ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -- Jagannath: રથયાત્રા પહેલા આજે ભગવાનને કરાશે જળાભિષેક