Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODAR : વહેલી સવારે અજાણ્યા વાહનની ટક્કરે એક્ટીવા ચાલકનું મોત

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા-પંચવટી (GORWA-PANCHVATI) વિસ્તારમાં અજાણ્યા વાહનની અડફેટે એક્ટીવા ચાલકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ એક્ટીવા ચાલકે સ્થળ પર જ...
vadodar   વહેલી સવારે અજાણ્યા વાહનની ટક્કરે એક્ટીવા ચાલકનું મોત

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા-પંચવટી (GORWA-PANCHVATI) વિસ્તારમાં અજાણ્યા વાહનની અડફેટે એક્ટીવા ચાલકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ એક્ટીવા ચાલકે સ્થળ પર જ દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

રોડ સુરક્ષા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા

વડોદરાના ગોરવા વિસ્તારમાં તાજેતરમાં ડંમ્પરની અડફેટે બાઇક ચાલકના મોતની ઘટના સામે આવી હતી. આ બાદ પણ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતીમાં કોઇ ખાસ સુધારો નહિ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે ગોરવા-પંચવટી પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક્ટીવા ચાલકનું મોત થયાની ઘટના સામે આવી છે. જેને લઇને વિસ્તારમાં રોડ સુરક્ષા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ગેસનો બોટલ એક્ટીવાના આગળ હતો

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગોરવા વિસ્તરના ઉદય પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશભાઇ કૈલાશચંદ્ર અગ્રવાલ કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજે સવારે તેઓ ગેસનો બોટલ એક્ટીવાના આગળના ભાગે રાખીને ઘરે આવી રહ્યા હતા. તેવામાં પંચવટી પાસે અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટીવા ચાલક મુકેશ અગ્રવાલ રોડ પર પટકાયા હતા. અને અતિં ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. ઘટના બાદ અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક નાસી છુટ્યો હતો.

Advertisement

પોલીસે તપાસ આગળ વધારી

ઘટના બાદ મુકેશ અગ્રવાલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવા માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ અકસ્માત કેવી રીતે સર્જાયો, કોણે સર્જ્યો આવા અનેક સવાલોને જવાબ મેળવવા માટે પોલીસે તપાસ આગળ વધારી છે.

અકસ્માત સર્જનારાઓ સામે કડક હાથે કાર્યવાહી

અત્રે નોંધનીય છે કે, ગોરવા વિસ્તારમાં સતત જીવલેણ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઇને હવે પોલીસ અને પાલિકા તંત્રએ સંયુક્ત રીતે અકસ્માત નિવારવાના અસરકારક ઉપાયો અમલી કરવા પડશે. સાથે જ અકસ્માત સર્જનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી પડશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ડુંગળીની ગુણો બાંધેલી દોરી છોડવા જતા ક્લીનર પટકાયો

Tags :
Advertisement

.